1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોમાસાના આગમન પહેલા સૂરજદેવ લોકોને પરસેવે રેબઝેબ કર્યાં, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન
ચોમાસાના આગમન પહેલા સૂરજદેવ લોકોને પરસેવે રેબઝેબ કર્યાં, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન

ચોમાસાના આગમન પહેલા સૂરજદેવ લોકોને પરસેવે રેબઝેબ કર્યાં, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન

0
Social Share

અમદાવાદઃ નૈઋત્યના ચામાસાના આગમનને હવે પખવાડિયાનો સમય બાકી રહ્યો છે ત્યારે સૂરજદેવ પરસેવાથી લોકોને નવડાવી રહ્યા છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે શુક્રવારે રાજ્યમાં છ શહેરોમાં ગરમીનો પારો ૪૨ ડીગ્રીને વટાવી ગયો હતો. જેમાં અમદાવાદ શહેર અને કંડલામાં  ૪૩.૨ ડીગ્રી તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા.

પૂર્વોતર અને દક્ષિણના રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાતમાં એકાએક ગરમીના પ્રમાણમાં જોરદાર વધારો થયો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયુ છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 43.3 ડીગ્રી નોંધાયું છે. બીજી બાજુ પવનની ગતિ વધી ગઈ છે અને પ્રતિ કલાકના 20 થી 22 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. કાળજાળ ગરમી વચ્ચે બપોરે લુ નો પણ સામનો કરવો પડે છે. કેટલક વિસ્તારોમાં આખો દિવસ વાદળીયું તથા ભેજવાળું વાતાવરણ રહેતું હોવાના કારણે બફારો પણ વધી ગયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 42.7 કંડલામાં 42.6  નોંધાયું હતુ જ્યારે મધ્ય ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં થોડા દિવસ દરમિયાન ગરમીમાં સામાન્ય રાહત મળ્યા બાદ છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને જાણે હીટ વેવ કન્ડિશન નવેસરથી સર્જાવા પામી હોય એમ મહત્તમ તાપમાનનો પારો રાજ્યના 10 શહેરોમાં 40થી 43.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન અમદાવાદ અને કંડલામાં 43.2 ડિગ્રી નોંધાયું હતું
રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર નજર નાખીએ તો સુરેન્દ્રનગરમાં 42.8 રાજકોટમાં 41.5 અમરેલીમાં 42.2 ભુજમાં 40.2 વડોદરામાં 40 વલ્લભવિદ્યાનગરમાં 42.5 ગાંધીનગરમાં 42.5 ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગુરૂવારે બોટાદ અને ગઢડા તાલુકાના અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા પછી શુક્રવારે આવું વાતાવરણ અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યું  છે. ગરમી અને બફારાનું પ્રમાણ વધુ છે અને આકાશમાં ભેજવાળા વાદળો જોવા મળતા હોવાથી ઝાપટાની શક્યતા ઊભી થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code