
કેરળના કોઝિકોટીમાં વઘપ એક નિપાહ વાયરસનો કેસ નોંધયો – હવે શહેરમાં કેસની સંખ્યા વઘીને 6 થઈ
કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી નિપાહ વાયરસે હાહાકાર માચ્વોય છએ, નિપાહ વાયરસના કારણે 2 લોકોના મોતની પૃષ્ટિ થયા બાદ રાજ્યની સરકાર ચિંતામાં સરી પડી હતી ત્યાર બાદ કેન્દ્ર દ્રારા પણ રાજ્યમાં આરોગ્યની ટિમને પરિક્ષણ માટે મોકલાઈ હતી ત્યાર બાદ અનેક લોકોની તપાસ કરતા 700 જેટલા લોકોમાંથઈ 77 લોકો જોખમી શ્રેણીમાં મૂકાયા હતા ત્યારે હવે રાજ્યમાં વઘપ એક સકારાત્મક કેસ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નિપાહ વાયરસને લઈને રાજ્ય સરકાર વાયરસને લઈને એલર્ટ મોડ પર છે આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં કેરળના સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલયને ટાંકીને જણાવ્યું છે કે કોઝિકોડની એક હોસ્પિટલમાં નિપાહ વાયરસનો ચેપ જોવા મળ્યો છે. 39 વર્ષીય ચેપગ્રસ્ત દર્દીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
બીજી તરફ આ વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કોઝિકોડ જિલ્લા વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરોમાં 16 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરી છે, પરંતુ યુનિવર્સિટીની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સહીત આ દરમિયાન, નિપાહ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ એકમાત્ર પ્રાયોગિક સારવાર, ‘મોનોક્લોનલ એન્ટિબોડી’, ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા રાજ્યને પહોંચાડવામાં આવી છે.આ સાથે જ દરેક બીમાર લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે કોઝિકોડમાં આ વાયરસના ચેપને કારણે બે લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ લોકો પોઝિટિવ મળી આવ્યા છે. ચેપગ્રસ્ત પૈકી એક 9 વર્ષના બાળકની હાલત ગંભીર જોવા મળી રહી છે. આ સાથે કોઝિકોડમાં નિપાહ વાયરસના કુલ કેસની સંખ્યા વધીને છ થઈ ગઈ છે.