
મધ્યપ્રદેશમાં એક વાહન ચાલકેને ટ્રાફિકના નિયમોનું ભંગ કરવુ પડ્યું ભારે
ભોપાલઃ દેશમાં ટ્રાફિકના નવા નિયમો અનુસાર ટ્રાફિકા નિયમોનું ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. જો કે, મધ્યપ્રદેશના રાયગઢમાં એક વાહન ચાલકને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે. ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકને રૂ. 1.13 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાયગઢમાં પ્રકાશ બંજારા (રહે, અમરપુરા ગામ, મંજસોર) બાઈક ઉપર પાણી ભરવાના ડ્રમ લઈને વેચાણ કરવા નિકળ્યો હતો. દરમિયાન હેલ્મેટ વગર બાઈક લઈને નીકળેલા પ્રકાશને પોલીસે અટકાવ્યો હતો. તેમજ તેની પાસેથી વાહનના કાગળીયા માંગવામાં આવ્યાં હતા. જો કે, તેની પાસે લાયસન્સ અને અન્ય કાગળિયા ન હતા. એટલું જ નહીં વાહન પણ રજિસ્ટ્રેશન વગરની હોવાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ તેને પરિવહન વિભાગે રૂ. 1.13 લાખનો દંડ ફડકાયો હોવાનું જાણવા મળે છે.
હેલ્મેટના રૂ. 1000, વાહનનો વીમો નહીં હોવાથી 2 હજાર, રજિસ્ટ્રેશન નહીં હોવાથી રૂ. 5 હજાર તથા લાયસન્સ મુદ્દે રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે. વાહન ચાલકને રૂ. 1.13 લાખનો દંડ ફરમાવવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. તેમજ તંત્રની કામગીરીથી ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.