
રાજસ્થાનમાં કોંગ્રેસે મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો કર્યો વાયદો
જયપુર ઃ આગામી મહિનામાં દેશના 5 રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છએ અનેક રાજ્યોએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીઘી છએ તો સાથએ જ દરેક પાર્ટી આ ચૂંટણીમાં પોતાની જીત માટે એડી ચૌંટીનું જોર લગાવતી જોવા મળી રહી છએ ત્યારે ખાસ કરીને કોંગ્રેસ રાજસ્થાનમાં ફરી પોતાની સરકાર બનાવવા મથામણ કરી રહી છએ જે સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંઘી આજે રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા.
પ્રાપ્તત માહિતી પ્રમાણે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં પાસુ ફેક્યું છે. અરાદાવતા, ઝુનઝુનુમાં યોજાયેલી પ્રિયંકા ગાંધીની જાહેર સભામાં કોંગ્રેસે જો સરકારનું પુનરાવર્તન થશે તો રાજ્યમાં વધુ બે ગેરંટી આપવાની જાહેરાત કરી છે.
જાણકારી પ્રમાણે આ જાહેરાત અંતર્ગત કર્ણાટકની તર્જ પર રાજસ્થાનમાં મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી ગેરંટી યોજના લાગુ કરવાની અને 500 રૂપિયાથી 1.04 કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર આપવાનો રાજ્યની જનતાને વાયદો કરવામાં આવ્યો હતો. ગૃહ લક્ષ્મી યોજના હેઠળ દરેક મહિલાને દર વર્ષે 10,000 રૂપિયા મળશે.