Homeગુજરાતી33 વર્ષ પછી ફરી એકવાર સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન અને રજનીકાંત

33 વર્ષ પછી ફરી એકવાર સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન અને રજનીકાંત

  • અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી ફરી જોવા મળશે
  • સુપરસ્ટાર 33 વર્ષ પછી સાથે જોવા મળશે
  • એક મોટી ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ:જ્યારે બે સુપરસ્ટાર એક ફ્રેમમાં આવે છે ત્યારે તેમને મોટા પડદા પર જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં દર્શકોને સલમાન ખાનની ઝલક જોવા મળી હતી. હવે આગામી ‘ટાઈગર 3’માં ફરી એકવાર કિંગ ખાન અને સલમાન ખાનની મિત્રતા જોવા મળશે.

ચાહકો માટે આનાથી પણ મોટા સારા સમાચાર છે. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને થલાઈવા રજનીકાંત 33 વર્ષ પછી એક ફ્રેમમાં જોવા મળશે.

સુપરસ્ટાર રજનીકાંતે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે. તેણે બિગ બી સાથે એક ફોટો શેર કરીને આ ખુશી વ્યક્ત કરી હતી. થલાઈવાએ લખ્યું હતું મારું હૃદય ખુશીથી ઝૂમી રહ્યું છે.

રજનીકાંત પોલીસ અધિકારી બનશે

ટીજે જ્ઞાનવેલની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હશે, જેમાં રજનીકાંત મુસ્લિમ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે.

આ ફિલ્મોમાં અમિતાભ-રજનીકાંતે કામ કર્યું 

અમિતાભ બચ્ચન અને રજનીકાંત છેલ્લે 1991માં આવેલી ફિલ્મ ‘હમ તુમ’માં જોવા મળ્યા હતા. આ સિવાય અમિતાભ-રજનીકાંતે ફિલ્મ ‘ગિરફ્તાર’માં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Most Popular