1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટની આરટીઓ કચેરીમાં મધરાતે આગ લાગતા જુના રેકર્ડ સહિત દસ્તાવેજો બળીને ખાક
રાજકોટની આરટીઓ કચેરીમાં મધરાતે આગ લાગતા જુના રેકર્ડ સહિત દસ્તાવેજો બળીને ખાક

રાજકોટની આરટીઓ કચેરીમાં મધરાતે આગ લાગતા જુના રેકર્ડ સહિત દસ્તાવેજો બળીને ખાક

0
Social Share

રાજકોટઃ શહેરની  આરટીઓ કચેરીમાં મધરાતે આગ લાગતા  ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા અઢીથી ત્રણ કલાકની જહેતમ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગમા અનેક દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા. અને લાખોનું નુકસાન થયુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આગના બનાવને લીધે  આજે RTO કચેરી ખાતે ડ્રાઇવ ટેસ્ટીંગ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રથમિક તપાસમાં શોર્ટસરકિટને લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની RTO કચેરીમાં મધરાત બાદ  02:00 વાગ્યાની આસપાસ નંબર પ્લેટ વિભાગમાં આગ લાગી હતી,  આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરની  ટીમે દોડી જઇ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.  જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આગમાં આરટીઓ કચેરીના લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર જેવી વસ્તુઓ બળી ગઇ હતી, તેમજ વીજ પુરવઠામાં વિક્ષેપ પડયો હતો, જે સ્થિતિને ધ્યાને લઇ વાહન લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, એડ્રેસ ચેન્જ, વાહન ટ્રાન્સફરને લગતી તમામ મહત્વની કામગીરી આજે બંધ રાખવામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આરટીઓ કચેરીમાં આગ લાગવાની જાણ થતાં જ આરટીઓના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ દોડી આવીને તપાસ શરૂ કરી હતી. આગમાં આરટીઓના જુના રેકર્ડ સહિત વાહનોના દસ્તાવેજો બળીના ખાક થયા હોવાનું જાણવા મળ્યું હતું  શોક સર્કિટને લીધે આગ લાગ્યાનું કહેવાય છે. હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code