![સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા](https://www.revoi.in/wp-content/uploads/2021/10/surat-bhestan-gardens.jpg)
સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા
સુરતઃ શહેરના ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ માટે કરોડાના ખર્ચ સામે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાક કાનાણીએ પ્રશ્ન ઉઠાવીને મ્યુનિ, કમિશનર સામે સવાલો ઉઠાવ્યા છે. કે, 11 વર્ષ પહેલા ભેસ્તાન લેક ગાર્ડન તૈયાર થયું હતું. સમયાંતરે તેના સમારકામ અને જાળવણી માટે ખર્ચ થતો રહ્યો છે, તો એકાએક રી-ડેવલપમેન્ટ કરવાની જરૂરીયાત શા માટે ઊભી થઈ છે. ભાજપના જ ધારાસભ્ય કાનાણીએ ઉઠાવેલી પ્રશ્નથી ભાજપમાં જ ચર્ચાનો વિષય બન્યો છે.
તેમણે મ્યુનિ.કમિશનરને લખેલા પત્રમાં વધુમાં જમાવ્યું હતું કે, ભેસ્તાન ગાર્ડનના જાળવણી માટે ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા બાદ પણ આવી સ્થિતિ કેમ થાય છે? જો ભેસ્તાન લેક ગાર્ડન રી-ડેવલપમેન્ટ કરવામાં આવતો હોય તો મારા મત મત વિસ્તારના મહારાણા પ્રતાપ ઉદ્યાન ચોપાટીને રી-ડેવલપમેન્ટ કરવાનો વિચાર કેમ નથી આવતો. ભાજપના શાસકો અને અધિકારીઓની કામગીરી ઉપર તેમણે કટાક્ષ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન આવેલા આર્થિક ભારણને કારણે મ્યુનિની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો કરોડો રૂપિયાનો ખર્ચ રી-ડેવલપમેન્ટના કામ બેદરકારીને કારણે કરવા પડે તે કેટલું વ્યાજબી છે. આને માટે જવાબદાર કોણ? એવો સળગતો પ્રશ્ન તેમણે પૂછ્યો છે. કુમાર કાનાણી ભાજપના જ ધારાસભ્ય હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની કામગીરી ને લઇને સમયાંતરે અનેક પ્રશ્નો ને વાચા આપતા રહે છે. જોકે મહત્વની બાબત એ છે કે, આ પ્રકારે તેઓ જ્યારે કોઈપણ મુદ્દાને લઈને મ્યુનિ. કમિશનર ને પત્ર લખે છે ત્યારે સત્તાધીશ ભાજપની સ્થિતી જોવા જેવી થઈ જાય છે અને કુમાર કાનાણીના વિરોધમાં શહેરના સંગઠનમાં જ ગણગણાટ થઇ જાય છે. મ્યુનિના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, કુમારભાઈ મંત્રી તરીકે પણ નિષ્ફળ થયા છે.ધારાસભ્ય તરીકે પણ પોતાના વિસ્તારના કામ કરવામાં પણ તેઓ ઉદાસીન રહ્યા છે. આટલા સમયથી તેઓ નિષ્ક્રિય હતાં.હવે કેમ સક્રિય થઇ રહ્યા છે. તે રાજનીતિ બધા જાણે છે. ઘર ફૂટે ઘર જાય તેવી ઉક્તિને કુમાર કાનાણી સાર્થક કરી રહ્યા છે.