
દેશભરમાં છેલ્લા 24 કલાકામાં કોરોનાના 3,962 નવા કેસ નોંધાયા – સક્રિય કેસો 22 હજારને પાર
- છેલ્લા 24 કલામાં 3 હજાર 962 નવા કેસ
- સક્રિય કેસો પણ 20 હજારને પાર પહોંચ્યા
દિલ્હી – દેશભરમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસો 3 હદારને પાર નોંધાઈ રહ્યો છે,ભલે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી હોય છત્તાં પણ કોરોનાના જૈનિક કેસો રોડજેરોજ વધઘઠ સાથે નોંધાતા રહ્યા છે.જેમાં ખાસ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે જેને લઈને કોરોનાનો ગ્રાફ 4 હજાર આસપાસ જઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ શનિવારના આંકડા પર નજર કરીએ તો , છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 962 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 26 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે, જે ગઈકાલ કરતા 16 વધુ છે.
જો કે, દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે, છેલ્લા 24 કલાકમાં 2 હજાર 697 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે. બીજી તરફ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને હવે 22 હજાર 416 પર પહોંચી ચૂકી છે.
કોરોનાના કેસોમાં અચાનક વધારો થયા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યોને પત્ર લખીને વધતા સંક્રમણને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવાના પણ આદેશ આપ્યા છે. આ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.