1. Home
  2. ગુજરાતી
  3. RSS વડા મોહન ભાગવતે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવી
RSS વડા મોહન ભાગવતે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવી

RSS વડા મોહન ભાગવતે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવી

0
Social Share
  • RSS પ્રમુખ મોહન ભાગવતે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના વખાણ કર્યા
  • ગણાવી વર્લ્ડ ક્લાસ ફિલ્મ

દિલ્હીઃ- બોલિવૂડની તાજેતરમાં રિલીઝ થયેસી ઐતિહાસિક ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે આ સાથે જ ગૃમંત્રી શાહે પણ આ ફઇલ્મ જોઈને તેની પ્રસંશા કરપી છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભઆગવતે પણ આ ફિલ્મ અભઇનેતા સાથએ નિહાળઈ હતી અને તેની પ્રસંશા કરી છે.

સંઘના પ્રમુખ મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, કૃષ્ણ ગોપાલ, મનમોહન વૈદ્ય, ભૈય્યાજી જોશી, ઝુંબેશ પ્રમુખ સુનીલ આંબેડકર અને સહ-પ્રચાર વડા નરેન્દ્ર ઠાકુર સહિત સંઘના પદાધિકારીઓ માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્ક્રિનિંગમાં અક્ષય કુમાર પણ હાજર હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દિલ્હીના ચાણક્યપુરી પીવીઆર ખાતે નિહાળી અને કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ ઘોરીનો સંઘર્ષ ભારતમાં ભારતીય દૃષ્ટિકોણથી લખાયેલ ભારતીય ભાષામાં  દર્શાવાયો છે.

તેમણે આ ફિલ્મને  વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવીને કહ્યું કે , “અમે પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ ઘોરી વિશે વાંચ્યું છે. પરંતુ તે અન્ય લોકો દ્વારા લખવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે આપણે તેને ભારતીય દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code