
દેશમાં છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસ વધ્યા – 7 હજાર 495 નવા કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 7 હજાર 495
- વિતેલા દિવસની સરખામણીમાં 18 ટકા વધુ
- આ દરમિયાન સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસ વધ્યા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કહેર વચ્ચે કોરોનાના કેસમાં પણ વધ-ઘટ જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર પણ એક્શન મોડમાં આવ્યું છે જેને લઈને આજે પીએમ મોદી અધિકારીઓ સાછે ઉચ્ચ બેઠક કરશે અને કોરોનાની સમિક્ષા કરશે ત્યારે હવે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસની સંખ્યા વધી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, દેશમાં 7,495 નવા કેસ નોંધાયા છે, જે બુધવારથી 18.6 ટકાનો વધારો છે.વિતેલા દિવસને બુધવારે દેશમાં કોરોનાના 6 હજાર 317 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 434 મૃત્યુ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધીને 236 થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના આ નવા સ્વરૂપના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે.
પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 6 હજાર 960 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 42 લાખ 8 હજાર 926 લોકો કોરોના સામેની લડાઈ જીતીને સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, નવા કેસોની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની ઓછી સંખ્યાને કારણે સક્રિય કેસોમાં વધારો થયો છે. હાલમાં દેશમાં 78 હજાર 291 સક્રિય કેસ જોવા મળી રહ્યા છે જો કે તે એક લાખની અંદર છે.
સક્રિય કેસ કુલ કેસના એક ટકા કરતા ઓછા છે. તે હાલમાં 0.23 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો આકંડો છે. તે જ સમયે, રિકવરી રેટ 98.40 ટકા જોવા મળે છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ કહી શકાય છે.આ સાથે જ કોરોનાનો દૈનિક સંક્રમણ દર 0.62 ટકા છે,