1. Home
  2. ગુજરાતી
  3. દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા
દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા

દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા

0
Social Share
  • કોરોનાનો કહેર 
  • 24 કલાકમાં ફરી 2 હજારને પાર કેસ નોંધાયા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ફરી એક વખત કોરોનાના કેસમાં ઘીમી ગતિએ પણ વધારો તો થઈ રહ્યો જ છે  તે વાતને નકારી શકાય નહી ,છેલ્લા 150 દિવસ બાદ કોરોનાના કેસ સતત 1 હજારને પાર નોંધાતા તંત્રની ચિંતા પણ વધી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 2 હજારને પાર નોંધાય છે. જે કેચટલાક મહિનાઓ બાદના સૌથી વધુ કેસ છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના 2 હજાર 151 નવા કેસ નોંધાયા છે.આ સાથે દેશમાં   સારવાર રલેહા દર્હેદીઓની સંખ્ઠયા પણ વધી રહી છે હવે એક્ળટિવ કેસ દેશમાં   વધીને 11 હજાર 903 પર પહોંચી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે  દેશમાં કોરોના સંક્રમણનો દૈનિક દર 1.51 ટકા જોવા મળી રહ્યો  છે અને કોરોનાનો સાપ્તાહિક દર 1.53 ટકા  પર જોવા મળે છે.તાજેતરના આકંડાઓ પ્રમાણે, દેશમાં હાલમાં 11,903 લોકો કોરોનાવાયરસ સંક્રમણથી સારવાર લઈ રહ્યા છે.

સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા જે કુલ કેસના 0.03 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.78 ટકા નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 4,41,66,925 લોકો ચેપમુક્ત થયા છે, જ્યારે કોરોનાનો મૃત્યુદર 1.19 ટકા  જોવા મળે છે.

દેશની રાજધાની દિલ્હીમાં કેસમાં વધારો સત જોવા ણળી રહ્યો છે સાથે ઉત્તરપ્રદેશ પણ એવું રાજ્ય છે જ્યા કેસ વધી રહ્યા છે,દેશમાં 29 જીલ્લાઓની ઓળખ કરાઈ છે કે જ્યા કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.મંગળવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 214 નવા કેસ નોંધાયા અને ચેપ દર વધીને 11.82 ટકા થયો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code