
ટામેટાના વધતા ભાવ વચ્ચે આ રાજ્યમાં લાખોના ટામેટા ચોરીનો બનાવ સામે આવ્યો
દિલ્હીઃ- દેશભરમાં ટામેટાના ભાવ ભડકે બળ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં કર્ણાટક રાજ્યમાંથી ટામેટા ચોરીનો અનોખો બનાવ સામે આવ્યો છે.દેશમાં ટામેટાના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 100-150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે.
કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ચોરો લાખો રૂપિયાના ટામેટાં લઈને ફરાર થઈ ગયા છે.જો કે આ ઘટના બે દિવસ અગાઉની છે ટામેટાંની ચોરીનો મામલો 4 જુલાઈની રાતે સામે આવ્યો છે. હાસન જિલ્લાના ગોની સોમનાહલ્લી ગામની મહિલા ખેડૂત ધારાનીએ આરોપ લગાવ્યો છે કે તેના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ છે.
આ મહિલાએ ટામેટા ચોરીની ઘટના હાલેબીડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે અમને બીન પાકમાં મોટું નુકસાન થયું હતું, તેથી અમે લોન લઈને ટામેટાં ઉગાડ્યા. અમારી પાસે સારી લણણી હતી અને યોગાનુયોગ ટમેટાના ભાવ અત્યારે ઊંચા હતા. પરંતુ, ટામેટાંની 50-60 બોરીઓ લેવા ઉપરાંત, ચોરોએ અમારો બાકીનો પાક પણ નાશ કર્યો.
આ મહિલાએ જણાવ્યું એકર જમીનમાં ટામેટાંનો પાક ઉગાડ્યો હતો. તે ટામેટાંનો પાક લણણી કરીને બેંગ્લોરના બજારમાં વેચવા જવાનો હતો જો કે આ ચોરોએ ટામેટાં ચોરી લીધા હતા લીધા. ઉલ્લેખનીય છે કે હાલમાં બેંગલુરુમાં ટામેટાની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે.