1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન 24 કલાકમાં લગભગ 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે આણંદના ખંભાતમાં પાંચ ઈંચ જેટલો નોંધાયો હતો. દરમિયાન અમદાવાદ શહેરમાં સવારથી આકાશ વાદળછાયુ રહ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં ચાર ઈંચ જેટલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ, મોડાસા અને ભાવનગરના શિહોરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માણાવદરમાં 2.2 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 2.1 ઇંચ, રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યના લગભગ 66 જેટલા તાલુકામાં અંદાજે એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 34 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધારે 87.44 ટકા, ઉત્તર ગુજરાતમાં 31 ટકા, દક્ષિમ ગુજરાતમાં 27 ટકા, મધ્ય ગુજરાતમાં 24 ટકા અને સૌરાષ્ટ્રમાં 50 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં લગભગ 40 ટકા જેટલો જળસંગ્રહ હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code