ગુવાહાટી, 06 ઓક્ટોબર 2026: વહેલી સવારે આસામના નાગાંવ જિલ્લામાં મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા NCSએ જણાવ્યું હતું કે સવારે 4:23 વાગ્યે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નાગાંવમાં હતું અને તે સપાટીથી લગભગ 33 કિલોમીટરની ઊંડાઈએ હતું.
વહેલી સવારે અનુભવાયેલા આ આંચકાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો; જોકે, અત્યાર સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ અહેવાલ મળ્યા નથી.
હિમાચલ પ્રદેશના ઊનામાં પણ ભૂકંપનો આંચકો
આ અગાઉ, રવિવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ઉનામાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 નોંધાઈ હતી.
ભૂકંપ રાત્રે 11:48 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઊંડાઈ ઓછી હોવા છતાં આંચકા હળવા હતા અને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી.
વધુ વાંચો: બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ 9000 ફીટ નીચે આવી, 7700 કોડ એક્ટિવ કર્યો અને લંડન પરત ફરી


