Homeગુજરાતીગુજરાતસુરતની લાજપોર જેલમાં 11 મોબાઈલફોન મળતા 8 કર્મચારી સસ્પેન્ડ, જેલરની બદલી

સુરતની લાજપોર જેલમાં 11 મોબાઈલફોન મળતા 8 કર્મચારી સસ્પેન્ડ, જેલરની બદલી

સુરત, 8 ઓક્ટોબર, 2026 :  8 employees suspended after 11 mobile phones found in Lajpore Jail શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં વિજિલન્સ વિભાગે મોડી રાત્રે રેડ પાડીને 11 મોબાઈલ ફોન પકડ્યા હતા. આ બનાવમાં જેલના કર્મચારીઓની લાપરવાહી ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહીને સસ્પેન્ડ કરાયા છે. તેમજ જેલર કે.જે. ધારગેને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે.

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેટલાક કેદીઓને સવલતો અપાતી હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી. આથી રાજ્યના જેલ વડાના આદેશથી અમદાવાદની સ્પેશિયલ જેલ ઝડતી સ્ક્વોડ ( વિજિલન્સ) દ્વારા મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી. જેલમાં સર્ચ દરમિયાન બેરેકમાંથી 11 એન્ડ્રોઇડ-મોબાઈલ મળી આવ્યા હતા. કેદીઓને અપાતી લક્ઝુરિયસ ટ્રીટમેન્ટ અને ખુલ્લેઆમ ચાલતા વહીવટનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે વડી કચેરીની ગુપ્ત તપાસમાં તમામ ગંભીર આરોપો સાચા સાબિત થતાં તાત્કાલિક ધોરણે 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહીને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત લાજપોર જેલના જેલર કે.જે. ધારગેને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે. જેલની અંદર ચાલતી ગેરરીતિઓમાં સુપરવિઝનની ખામી અને બેદરકારીને ધ્યાને રાખી ઉચ્ચ કક્ષાએથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અન્ય અધિકારીઓ અને સ્ટાફમાં પણ કડક સંદેશ પહોંચ્યો છે.

જેલમાં સવલતો ભોગવતા ત્રણ માથાભારે કેદીઓને પણ તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. જેમાં બિપિન નટવર શર્મા (કેદી નં. 2410)ને પાલારા ખાસ જેલ, કૈલાસ જીવતરામ રાજાણી (કેદી નં. 2576)ને વડોદરા મધ્યસ્થ જેલ અને પ્રશાંત ચંદ્રકાંત રાજપૂત (કેદી નં. 98388)ને પોરબંદર ખાસ જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. આ કડક સપાટા બાદ જેલ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular