
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કેન્દ્રની રાજ્યને તાકીદ – 48 કલાક મેડિકલ ઓક્સિજનનો બફર સ્ટોક રાખવામાં આવે
- કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો વચ્ચે કેન્દ્રનો રાજ્યોને પત્ર
- કોરોનાના કેસને જોતા ઓક્સિજનનો પુરવઠો રાખવામાં આવે
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર હંગામો મચાવી રહી છે, દૈનિક કેસો સતત વધી રહ્યા છે ત્યારે અવારનવાર કેન્દ્ર દ્રારા પત્ર લખીને રાજ્યોને કોરોનાની સ્થિતિ પર સતર્ક રહેવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આ જ શ્રેણીમાં ફરી કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો છે.
કેન્દ્ર દ્રારા રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ચાલી રહેલા કોરોનાના ત્રીજી લહેર ઓછામાં ઓછા 48 કલાક મેડિકલ ઓક્સિજનનો બફર સ્ટોક રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે ઓક્સિજન કંટ્રોલ રૂમને પણ ફરીથી મજબૂત કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું કે કોરોનાની જે સ્થિતિ સર્જાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તમામ આરોગ્ય કેન્દ્રો પર તબીબી ઓક્સિજનની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ.
આ સાથે જ કોરોનાની ત્રીજી લહેર પીક પર આવે તે માટે ચિંતા વ્યક્ત કરતા તેમણે એમ પણ કહ્યું છે કે તમામ જિલ્લાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે વેન્ટિલેટર, બાયપેપ, એસપીઓ 2 સિસ્ટમ્સ સહિતના જીવન બચાવના સાધનો તેમની હોસ્પિટલોમાં ઉભરતી જરૂરિયાતો અનુસાર ઉપલબ્ધ છે.
કે નહી
આ બાબતને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યોએ તેમની મેડિકલ ઓક્સિજન સેવાઓ અને સુવિધાઓનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ પ્રદાન કરતી ખાનગી સંસ્થાઓની ક્ષમતાઓનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ. પીક વધવાના સમયમાં માંગ વધે છે ત્યારે પુરવઠો વધારવા માટે વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવે
આ સાથે જ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યિં છે કે હોસ્પિટલોમાં એલએમઓ ટેંકોને પર્યાપ્ત રીતે ભરવી જોઈએ અને તેમના રિફિલિંગ માટે અવિરત સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરવી જોઈએ. દેશભરમાં પીેસએ પ્લાન્ટ્સ વડે હોસ્પિટલોને મજબૂત બનાવવામાં આવી છે. આ પ્લાન્ટ્સને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવા જરૂરી છે.