1. Home
  2. ગુજરાતી
  3. ચીને મદદના 97 દેશને દેવાની જાળમાં ફસાવ્યાં, પાકિસ્તાન-શ્રીલંકા અને માલદીવ સૌથી મોટા દેવાદાર
ચીને મદદના 97 દેશને દેવાની જાળમાં ફસાવ્યાં, પાકિસ્તાન-શ્રીલંકા અને માલદીવ સૌથી મોટા દેવાદાર

ચીને મદદના 97 દેશને દેવાની જાળમાં ફસાવ્યાં, પાકિસ્તાન-શ્રીલંકા અને માલદીવ સૌથી મોટા દેવાદાર

0
Social Share

નવી દિલ્હીઃ વર્ષોથી ચીન ગરીબ અને નાના દેશોને મદદના નામે લોન આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે. તેની જાળમાં અત્યાર સુધી દુનિયાના 97 દેશ ફસાવીને દેવાના ડુંગર નીચે દબાયેલા હોવાનું જાણવા મળે છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકા, પાકિસ્તાન અને માલદીવ સૌથી મોટા દેવાદાર છે.

ફોર્બ્સના રિપોર્ટમાં મુજબ, પાકિસ્તાન પર ચીનનું રૂ. 61 ટ્રિલિયનથી વધુનું વિદેશી દેવું છે. માલદીવનું દેવું તેની કુલ રાષ્ટ્રીય આવક (GNI) ના 31 ટકા છે. અહેવાલ મુજબ, 2020 ના અંત સુધીમાં માલદીવનું કુલ દેવું રૂ. 44,000 કરોડ હતું. જેમાંથી રૂ. 42,500 કરોડ બાહ્ય દેવું છે. ફોર્બ્સે આ ડેટા 2020 વર્લ્ડ બેંકના રિપોર્ટમાંથી એકત્રિત કરાયાં છે. આ રિપોર્ટ અનુસાર, દુનિયાના 97 દેશ ચીનના દેવા હેઠળ દબાયેલા છે. આમાંથી, ભારે ઋણ ધરાવતા દેશો મોટાભાગે આફ્રિકા ખંડમાં સ્થિત છે. તે જ સમયે, કેટલાક દેશો મધ્ય એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક મહાસાગરમાં પણ હાજર છે.

રિપોર્ટ અનુસાર, વન બેલ્ટ એન્ડ રોડ (OBR) યોજના હેઠળ ચીન મોટાભાગના દેશો સુધી પહોંચી રહ્યું છે. વિશ્વની ઓછી આવક ધરાવતા દેશોએ 2022માં ચીનને તેમના 37 ટકા દેવું આપ્યું છે, જ્યારે બાકીના વિશ્વમાં દ્વિપક્ષીય દેવું માત્ર 24 ટકા છે. વિશ્વમાં બંદર, રેલ અને જમીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ધિરાણ આપવા માટે ચીનનો વૈશ્વિક પ્રોજેક્ટ ઋણનો મહત્વનો સ્ત્રોત છે.

અહેવાલ અનુસાર, મે 2022 માં શ્રીલંકા તેના દેવા હેઠળ ડૂબી જનાર બે દાયકામાં પ્રથમ દેશ હતો. 2020 ના અંતમાં ચીનનું દેવું એકંદરે પાંચમું સૌથી વધુ હતું, જે તેના દેશના GNI ના 9 ટકા જેટલું હતું. ચીનનું સૌથી વધુ વિદેશી દેવું પાકિસ્તાનમાં 77.3 બિલિયન ડોલર, અંગોલા ઉપર 36.3 બિલિયન ડોલર, ઇથોપિયા ઉપર 7.9 બિલિયન ડોલર, કેન્યા ઉપર 7.4 બિલિયન ડોલર અને શ્રીલંકા ઉપર 6.8 બિલિયન ડોલરનું દેવું છે. ડેટા અનુસાર, 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં માલદીવનું દેવું વધીને 99 અબજ MVR થઈ ગયું છે. તે જીડીપીના 113 ટકા હતો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code