
SCO બેઠકમાં PM મોદીએ ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તના PMથી અંતર રાખી આપ્યો સ્પષ્ટ સંકેત
નવી દિલ્હીઃ એસસીઓ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્ય દેશના રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ સમિટમાં પાકિસ્તાનના પીએમ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને નેતાઓને મળવાનું ટાળ્યું હતું. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરવાનું તથા ચીનને સરહદ ઉપર કરવામાં આવતી પ્રવૃતિઓને અટકાવવા માટેનો સ્પષ્ટ સંકેત આપ્યો હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. તેમજ પીએમ મોદી નરેન્દ્ર મોદીની આ કુટનીતિની દુનિયાભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડોકલામ ઘટનાને પગલે બાદ ભારત અને ચીન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. તેમજ બંને દેશમાં સૈન્ય લેવલે ચર્ચાઓ ચાલી રહી છે. ચીનની સૌથી વધારે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ભારતમાં આયાત થતી હતી. જો કે, બંને દેશ વચ્ચે બગડેલા સંબંધની અસર ચીનના વેપાર ઉપર પડી રહી છે. બીજી તરફ ભારત પણ આત્મનિર્ભર અભિયાન હેઠળ અનેક વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સૌથી મોટુ બજાર ધરાવતા ભારત સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કરાતા હોવાના ચીન દાવા કરે છે, પરંતુ દુનિયા સામે સારી-સારી વાતો કરનાર ચીન ભારતીય સરહદ ઉપર તણાવ ઉભો કરવાના પ્રયાસ કરે છે. એસસીઓ સંમેલન પહેલા ચીને પાંચ વર્ષે ચાલેવો દાવ ફરી ખેલીને સરહદ પાસેથી સેનાને પાછળ લીધી હતી. એસસીઓમાં પીએમ મોદી અને શી જીંગપીંગ વચ્ચે બેઠકને લઈને ચીને તૈયારીઓ કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને નજર અંદાજ કરીને ચીનને સંકેત આપ્યો હતો કે, નાના પ્રયાસથી દ્રિપક્ષીય સંબંધ સારા ન બને.
પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપે છે તે સમગ્ર દુનિયા જાણે છે. આતંકવાદી પ્રવૃતિ પાકિસ્તાન બંધ ના કરે ત્યાં સુધી તેની સાથે ચર્ચા નહીં કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે. હાલ પાકિસ્તાનમાં પૂરને પરિણામે ભારત પાસેથી મદદની આશા રાખી રહ્યું છે અને એસસીઓની મીટીંગમાં પીએમ મોદી અને શરીફ વચ્ચે મુલાકાત થશે અને પૂરપીડિતો માટે પીએમ મોદી મદદ માટે તૈયારી દર્શાવશે તેવી પાકિસ્તાન આશા રાખી રહ્યું હતું. જો કે,પાકિસ્તાનની આતંકી પ્રવૃતિઓથી નારાજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરીફને મળવાનું ટાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિટને લઈને દુનિયાનાની નજર તેની ઉપર મંડાયેલી હતી. સભ્ય દેશના નેતાઓ પીએમ મોદી પહેલા પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ અને ડીનરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટમાં પોતાના સંબંધનમાં ખાદ્યસંકટ, વિકાસ અને રોજગાર સહિતના મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીના સંબંધનની નોંધ માત્ર ભારત જ નહીં પાકિસ્તાનની પ્રજાએ પણ લીધી છે અને તેમના વિઝનના વખાણ કરી રહ્યાં છે.