1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યા વિના જ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો
સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યા વિના જ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યા વિના જ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

0

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ  કોઈ પ્રણ પ્રવચન આપ્યા વગર નવીન પરંપરા શરુ કરાવી છે. ભાષણ નહીં, પણ સીધું કામ કરીશુ. તેમના આ અભિગમથી લોકો પણ પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો. રાજ્યના પ્રજાજનોને મળવા પાત્ર -લાભ સહાય ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ ફરી શરૂ  કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોજાશે. આ દરમિયાન 2500 જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં સરકારના વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે જ જનતાને કરાવાશે.

મુખ્યમંત્રી એ સેવા સેતુના આ વખતના સાતમા ચરણના આરંભે એક નવતર પરંપરા ઊભી કરી છે. જેમાં CM એ સતેજ પરથી પ્રતિક રૂપે લાભ સહાય વિતરણ કર્યું હતું, અને કોઈ જ પ્રવચન રાખ્યા સિવાય સીધા જ સેવા સેતુના લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે પહોંચી ગયા હતા. ત્યાં પ્રત્યક્ષ સંવાદ અને વાર્તાલાપ કરી લાભાર્થીઓની વિગતો મુખ્યમંત્રીએ જાણી હતી.

વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન શરુ કરાયેલ આ કાર્યક્રમનું સાતમું ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્યમાં 22 ઓકટોબર 2021 થી 5 જાન્યુઆરી 2022 સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ કાર્યક્રમોમાં સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળમાં યોજવામાં આવેલા કેમ્પમાં જ પૂરી પાડવામાં આવશે.

સેવાસેતુ કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. સાથે જ સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ યોગ્ય વ્યવસ્થા કરાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના 6 સફળ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજ્યમાં 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. હવે સાતમાં તબક્કાનો પ્રારંભ કરાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code