1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઝારખંડમાં કોરોનાની સ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને દરેક પરિક્ષાઓ રદ કરાઈ
ઝારખંડમાં કોરોનાની સ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને દરેક પરિક્ષાઓ રદ કરાઈ

ઝારખંડમાં કોરોનાની સ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને દરેક પરિક્ષાઓ રદ કરાઈ

0
Social Share
  • ઝારખંડના સીએમ એ રવિવારે યોજી હતી બેઠક
  • બેઠક બાદ તમામ પરિક્ષાઓ રદ કરી
  • આ સાથે જ દરેક શૈક્ષણિક સંસ્થાઓ રદ કરાઈ

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બન્યો છે, હજારો લોકોએ જીવ ગુમા્યા છે તો હાલની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, જીવનું જોખમ વધ્યું છે આ સ્થિતિમાં ઝારખંડમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે રાજ્ય સરકારે વિતેલા દિવસને રવિવારના રોજ તમામ પ્રકારની શૈક્ષિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ આગલા આદેશ સુઘી બંધ કરવાની ચૂચના આપી છે,આ સાથે જ તાત્કાલિક ઘોરણે દરેક પ્રકારની પરિક્ષાઓ પણ રદ કરવામાં આવી છે, સરકારે સ્થિતિને ગંભીરતાથી લેતા લગ્ન સમારોહામાં 50 લોકોની મર્યાદીત સંખ્યા કરી દીધી છે.

મુખ્યમંત્રીના પ્રવક્તાએ આ સમગ્ર બાબતને લઈને જણાવ્યું છે કે મુખ્ય મંત્રી હેમંત સોરેને નાણાં મંત્રી રામેશ્વર ઉરાંવ, આરોગ્ય મંત્રી બાન્ના ગુપ્તા અને શ્રમ મંત્રી સત્યાનંદ ભોક્તા સાથે મહત્વની બેઠક યોજી હતી, ત્યાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હતો.

સીેમ હેમંત સોરેને કહ્યું કે રાજ્યમાં કોવિડ -19 ના વધતા જતા કેસો અંગે સરકાર દ્વારા શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે આજે સરકારના સાથી પક્ષો સાથે પણ એક બેઠક મળી હતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમારા વિપક્ષી સાથીઓ તરફથી ઘણા મહત્વપૂર્ણ વિચારો અને સૂચનો પણ આવ્યા હતા.

તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પ્રાથમિક સ્તરે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જે અંતર્ગત રાજ્યની તમામ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો આગળના આદેશો સુધી બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે અગાઉ લગ્ન સમારોહમાં ભાગ લેવા મહત્તમ લોકોની સંખ્યા 200  હતી, હવે તે ઘટાડીને 50 કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક મહિના પછી રાજ્ય સરકાર તેની ફરીથી સમીક્ષા કરશે.મંત્રીએ કહ્યું કે, ખાસ સંજોગોમાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર સમયાંતરે જરૂરી નિર્ણયો લેશે.  સરકાર મર્યાદિત સંસાધનો દ્વારા, સિસ્ટમોને મજબૂત બનાવવા અને લોકોના આરોગ્યને લાભ કેવી રીતે પ્રદાન કરી શકે છે તે મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

તેમણે કહ્યું કે રાજ્યભરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ઓક્સિજનથી ભરપુર પથારી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજ અથવા સંશોધન કેન્દ્રમાં બેડની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code