1. Home
  2. ગુજરાતી
  3. 2023ના સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટર કોહલીનો સમાવેશ

2023ના સૌથી લોકપ્રિય ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટર કોહલીનો સમાવેશ

0
Social Share

નવી દિલ્હીઃ ભરતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી માટે વર્ષ 2023 ઘણુ સારું રહ્યું છે. કોહલી ટીમ ઈન્ડિયા માટે આ વર્ષના સૌથી વધારે રન બનાવવાના મામલામાં બીજા નંબરના સ્થાન પર બિરાજમાન છે. કોહલીએ વર્લ્ડ કપ 2023માં પણ સારુ પ્રદર્શન કર્યું હતુ. કોહલી વર્ષ 2023માં વિશ્વમાં સૌથી લોકપ્રિય 5 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીનો પણ સમાવેશ થાય છે.

એક યાદી અનુસાર, આ યાદીમાં વર્ષના વિશ્વના સૌથી વધારે લાકપ્રિય ટોપ 5 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં પોર્ટુગલના દિગ્ગજ ફુટબોલર ખેલાડી રોનાલ્ડો ટોપ પર છે. રોનાલ્ડો આ વર્ષના સૌથી વધારે લોકપ્રિય ખેલાડી રહ્યો છે. આર્જેન્ટીના ના દિગ્ગજ ફુટબોલર ખેલાડી લિયોનેલ મેસી બીજા નંબર પર છે. ચાલુ વર્ષે રોનાલ્ડો અને મેસીનું પ્રદર્શન દમદાર રહ્યું છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ ત્રીજા નંબર પર છે. ટોપ 5માં કોહલી એકમાત્ર ક્રિકેટર છે.

કોહલી વર્ષ 2023માં સૌથી વધારે રન બનાવવાના મામલામાં બીજા નંબર પર રહ્યા છે. તેણે 35 મેચમાં 2048 રન બનાયા છે. આ દરમિયાન કોહલીએ 8 સદી અને 10 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 186 રન રહ્યો છે. શુભમન ગિલ સૌથી વધારે બનાવવાના મામલામાં ટોપ પર રહ્યો છે. ગિલએ 48 મેચમાં 2154 રન બનાવ્યા છે. તેણે 7 સદી અને 10 અડધી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડના ખેલાડી ડેરિન મિશેલ ત્રીજા નંબર પર છે. તેમણે 50 મેચમાં 1988 રન બનાવ્યા છે. મિશેલ એ 6 સદી અને 9 અડધી સદી ફટકારી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code