
ગીરના ખેડૂતોની ચિંતામાં વધારો, ચણાના પાકમાં રોગ આવી જતા ભારે નુક્સાનની સંભાવના
- ગીરના ખેડૂતોની બેઠી માઠી દશા,
- ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો
- ચણાના પાકમાં ફૂગ અને સુકારા નામનો રોગ
ગીર સોમનાથ: હાલ ડબલ ઋતુ વાતાવરણના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો છે તો કેટલાક સ્થળો પર અલગ વાતાવરણ છે. આ કારણે ક્યારેક વાતાવરણ પાક માફક આવે અને ના પણ આવે ત્યારે ગીર સોમનાથના ખેડૂતોની પણ હાલત એવી થઈ છે. પાછોતરો વરસાદ સારો પડતાં ગીર સોમનાથના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણાના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ચણાના પાકમાં ફૂગ અને સુકારા નામનો રોગ આવતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.
અનેક દવાઓના છંટકાવ કર્યા પણ કમોસમી વરસાદ આવી મહેનત પર પાણી ફેરવી રહ્યું હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. અને ખેડૂતોના મતે ચણાના પાકમાં 50 ટકા નુકશાન જવાની ભીતિ છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આ પ્રકારના કુદરતી માર પડવાને કારણે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે. હાલ પાક ફેલ થતા તેઓને ફરી નવો પાક ઉગાડવા માટે પણ ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે.