
દિલ્હીમાં વધતો જતો કોરોનાનો કહેર – હવે કોરોનાનો હકારાત્મકતા દર વધીને 26 ટકા પર પહોંચ્યો
- દિલ્હીમાં કોરોનાનો કહેર
- સકારાત્મકતા દર 26 ટકાએ પહોંચ્યો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે હવે યઅહી કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ વધી ગયો છે જેને લઈને સરાકર ચિંતામાં છે.કોરોનાએ ફરી એક વખત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે.
થોડા દિવસ અગાઉ દિલ્હીમાં કોરોના સંક્રમણનો સકારાત્મક દર 26 ટકાથી વધુ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સકારાત્મકતા દર 26.54 પર પહોંચી ગયો છે. મંગળવારે આ આંકડો 15.64 ટકા હતો.
રાજધાનીમાં જો કોરોના સંક્રમણના નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 509 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કુલ 1918 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સક્રિય દર્દીઓની સંખ્યા 1 હજાર 795 છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 4,435 નવા કોરોનાસંક્રમણના કેસ નોંધાયા છે. મંગળવારના 3038 કેસની સરખામણીમાં આ મોટો ઉછાળો છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા લગભગ છ મહિનામાં એક દિવસમાં આ સૌથી વધુ વધારો છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણનો સકારાત્મક દર 26 ટકાને વટાવી ગયો છે. સકારાત્મકતા દર એ રોગ સમુદાયમાં કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનું સૂચક માનવામાં આવે છે.દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. મહામારી બાદ 16 જાન્યુઆરીએ પ્રથમ વખત કેસ જોવા મળ્યા નહોતા ત્યાર બાદ ફરી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.