1. Home
  2. ગુજરાતી
  3. સંયૂક્ત રાષ્ટ્રમાં ફરીથી ભારતે ચીનને પછાડ્યું – મહિલા સ્થિતિ સાથે સંકળાયેલા આયોગમાં આવનારા 4 વર્ષ સુધી ભારત સભ્ય બની રહેશે
સંયૂક્ત રાષ્ટ્રમાં ફરીથી ભારતે ચીનને પછાડ્યું – મહિલા સ્થિતિ સાથે સંકળાયેલા આયોગમાં આવનારા 4 વર્ષ સુધી ભારત સભ્ય બની રહેશે

સંયૂક્ત રાષ્ટ્રમાં ફરીથી ભારતે ચીનને પછાડ્યું – મહિલા સ્થિતિ સાથે સંકળાયેલા આયોગમાં આવનારા 4 વર્ષ સુધી ભારત સભ્ય બની રહેશે

0
Social Share
  • સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે ચીનને આપી માત
  • ફરી એક વાર ચીન સામે ભારતનો વિજય
  • ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં ભારતની પસંદગી
  • આ આયોગ મહિલાઓની સ્થિતિ પર કાર્ય કરે છે
  • સ્થાયિ પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આ મહત્વની જાણકારી આપી
  • આવનારા 4 વર્ષ સુધી ભારત આ આયોગનો સભ્ય બની રહેશે

ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા વિવાદ હજુ યથાવત જોવા મળી રહ્યો છે, 5 વાતો પર સહમતિ દર્શાવ્યા બાદ પણ ચીનનું વલણ નકારાત્મ જોવા મળી રહ્યું છે ત્યારે સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત એ ચીનને પછાડીને ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલથી સંકળાયેલા આયોગમાં પોતાનું સ્થાન બનાવી લીઘુ છે, આ આયોગ મહિલાઓની સ્થિતિ પર કાર્ય કરે છે, ત્યારે હવે સંયૂર્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયિ પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આ મહત્વની જાણકારી આપી હતી

આ સમગ્ર બાબતે ચીનને માત આપીને ભારતે એક જીત મેળવી છે, ત્યારે આ બાબતે તિરુમૂર્તિએ જણાવ્યું કે, ભારત એ પ્રતિષ્ઠિત ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં સીટ મેળવી છે, ભારત મહિલાઓની સ્થિતિ બાબતે કાર્ય।કરતા આ આયોગમાં સભ્ય તરીકે પસંદ થયું છે, આ વાતથી એ બાબત સ્પષ્ટ થાય છે કે , મહિલાઓની બાબતે આપણી પ્રતિબદ્ધતા કયા પ્રાકરની રહી છે, અને મહિલા સશક્તિકરણની દિશામાં આપણે કેટલું મહત્વનું કાર્ય પાર પાડ્યું છે, તમામ સભ્યોનું આ કાર્ય કરવા માટે અમે આભાર માનીએ છીએ.
ઉલ્લેખનીય છએ કે, આ વર્ષ દરમિ।યાન પ્રસિદ્ધ બિઝિંગ વર્લ્ડ કોન્ફોરન્સની 25મી વર્ષગાઠ ઉજવવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન હવે ચીનને ભારત તરફથી એક મોટો ઝટકો લાગશે,કારણ કે ભારત હવે આવનારા 4 વર્ષ સુધી આ આયોગમાં સભ્ય પગે રહેશે, આ આયોગમાં આ સ્થાનને મેળવવા માટે ભારત।, અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસી ચાલી રહી હતી ત્યારે ભારત અને અફઘાનિસ્તાનને મહત્તમ 54મા થી વધુ સભ્યોનો સહકાર મળ્યો જ્યારે ચીનને નિરાશા મળી અંતે આ આયોગમાં મહત્વના સ્થાનને પ્રાપ્ત કરીને ભારતે બાજી મારી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code