1. Home
  2. ગુજરાતી
  3. ભારત વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવાની તૈયારીમાં : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી
ભારત વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવાની તૈયારીમાં : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

ભારત વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવાની તૈયારીમાં : કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય શહેરી કાર્ય અને પેટ્રોલિયમ તતા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, દેશમાં શહેરી ક્ષેત્રમાં રોકાણ વધીને 18.07 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. જ્યારે વર્ષ 2004થી 2014 સુધીમાં 1.78 લાખ કરોડ હતું. આ ઉપરાંત SBM-U ને કારણે કચરાના પ્રોસેસિંગમાં ચાર ગણો વધારો થયો છે, જે 2014માં 18 ટકાથી વધીને 2023માં 75.20 ટકા થયો છે. તેમજ PMAY-U હેઠળ લગભગ 1.19 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં ભારત વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ્સનામની અપડેટેડ ઈ-બુકલેટ (2014-2023)નું કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તેમણે કહ્યું હતું કે અમે શહેરીકરણને એક તક તરીકે જોઈએ છીએ અને અમે શહેરોને વિશ્વના શહેરો તરીકે જોઈએ છીએ. તેમજ તમામ શહેરોને સર્વોપરી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

સ્વચ્છ ભારત મિશન (યુ) હેઠળ મિશને 67.10 લાખ ઘરગથ્થુ શૌચાલય અને 6.52 લાખ સામુદાયિક અને જાહેર શૌચાલયોના નિર્માણ સાથે શૌચાલયની 100 ટકા સુલભતા હાંસલ કરાઈ છે. આ મિશન દ્વારા,કચરાના પ્રોસેસમા પણ ચાર ગણો વધારો થયો છે. PMAY-U હેઠળ 1.19 કરોડ મકાનો મંજૂર કરવાનો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 113 લાખથી વધુ મકાનો બાંધવામાં આવ્યા છે, જેમાંથી 76.34 લાખનું બાંધકામ પૂર્ણ કરીને લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.

તેમણે એ પણ હાઇલાઇટ કર્યું કે આ મિશન મહિલાના નામે અથવા સંયુક્ત નામ પર ઘરોને ટાઇટલ આપીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. PMAY-U હેઠળ, 94 લાખથી વધુ મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં છે. તેમણે કહ્યું કે સરકાર PMAY-U હેઠળ પ્રોજેક્ટ/હાઉસના નિર્માણ માટે નવીનતમ તકનીકોનો ઉપયોગ કરી રહી છે. ગ્લોબલ ચેલેન્જ પ્રક્રિયા દ્વારા, 54 નવી તકનીકોને ઓળખવામાં આવી છે અને વિવિધ લાઇટહાઉસ પ્રોજેક્ટ્સના નિર્માણમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શહેરી પરિવહનને મજબૂત કરવા માટે લેવામાં આવેલી વિવિધ પહેલોના પરિણામોનો ઉલ્લેખ કરતાં, આવાસ અને શહેરી બાબતોના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ, અમદાવાદ, નાગપુર, કાનપુર અને પુણેમાં 872 કિમીની મેટ્રો લાઈનો કાર્યરત છે અને તેની રોજની સરેરાશ 8.5 મિલિયન સવારી છે. આ ઉપરાંત દેશભરના વિવિધ શહેરોમાં દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, કોચી, મુંબઈ, નાગપુર, અમદાવાદ, ગાંધીનગર, પુણે, કાનપુર, આગ્રા, ભોપાલ, ઈન્દોર, પટના, સુરત જેવા લગભગ 988 કિમી મેટ્રો રેલ પ્રોજેક્ટ દિલ્હી-મેરઠ RRTS સહિત મેરઠ નિર્માણાધીન છે. તેમણે કહ્યું કે દેશ વિશ્વની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક સિસ્ટમ બનવાની તૈયારીમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code