1. Home
  2. ગુજરાતી
  3. IMFએ કર્યા મોદી સરકારના વખાણ, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક
IMFએ કર્યા મોદી સરકારના વખાણ, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક

IMFએ કર્યા મોદી સરકારના વખાણ, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક

0

ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આઈએમએફ મોદી સરકારના વખાણ કરતા કહ્યું છે કે ભારતે ગત વર્ષોમાં ઘણાં આર્થિક સુધારા કર્યા છે. પરંતુ હજી ઘણું કરવાની જરૂરત છે.

આઈએમએફના કમ્યુનિકેશન ડાયરેક્ટર ગેરી રાઈસે ગત પાંચ વર્ષોમાં ભારતના આર્થિક વિકાસ સંદર્ભે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યુ છે કે ભારત નિશ્ચિતપણે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી મોટી ઈકોનોમીઓમાંથી એક છે. ગત પાંચ વર્ષોમાં ભારતનો સરેરાશ વિકાસ દર લગભગ સાત ટકા રહ્યો છે.

તેમણે કહ્યુ છે કે ભારતમાં જરૂરી સુધારાને લાગુ કરવામાં આવ્યા છે અને તેમને લાગે છે કે ઉંચા ગ્રોથ રેટને જાળવી રાખવા માટે વધારે સુધારા કરવાની જરૂરત છે. તેમણે કહ્યુ છે કે ભારતીય ઈકોનોમી સંદર્ભે વિગતવાર આકલન આગામી મહીને આઈએમએફ દ્વારા જાહેર થનારા વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક સર્વેમાં પ્રાપ્ત થઈ શકશે. આ રિપોર્ટ વિશ્વ બેંકની બેઠકથી પહેલા આવવાનો છે.

આ રિપોર્ટ ભારતીય મૂળના અમેરિકન ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથના નેતૃત્વમાં પહેલીવાર જાહેર થશે. ગીતા ગોપીનાથ તાજેતરમાં જ આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ બન્યા છે. રાઈસે કહ્યુ છે કે ડબલ્યૂઈઓમાં તમને વધારે વિગતો મળી શકશે. પરંતુ જો નીતિગત પ્રાથમિકતાઓની વાત કરવામાં આવે, તો તેઓ ઈચ્છશે કે બેંકો અને કોર્પોરેટ ખાતા સાફ-સુથરા બને, નાણાંકીય મજબૂતી કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરો પર ચાલુ રહે અને બજાર, શ્રમમાં સંરચનાત્મક સુધારા, ભૂમિ સુધારણાને આગળ વધારવામાં આવે, એવો કારોબારી માહોલ તૈયાર કરવામાં આવે જેનાથી ઝડપી અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપી શકાય.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા ઘણીવાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભારતીય ઈકોનોમીના વખાણ કરી ચુકી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીનું કહેવું છે કે મોદી સરકારના કાર્યકાળમાં ભારતીય ઈકોનોમી સૌથી વધુ મજબૂત રહી છે. જેટલીએ તાજેતરમાં કહ્યુ હતુ કે આઝાદી બાદ પહેલી એવી સરકાર છે, કે જેણે ભારતીય ઈકોનોમીને નવી ઊંચાઈ આપી છે. સોશયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યુ છે કે 1947 બાદની સરકારોના પાંચ વર્ષના કાર્યકાળની સરખામણીએ મોદી સરકારના 2014-19ના કાર્યકાળમાં સરેરાશ જીડીપી ગ્રોથ રેટ 7.3 ટકા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.