1. Home
  2. ગુજરાતી
  3. ભારત ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક, ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર
ભારત ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક, ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર

ભારત ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક, ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર

0
Social Share
  • ઈવેસ્ટના ઉત્પાદન ભારતમાં વધારે
  • આ યાદીમાં ભારત ત્રીજા નંબર પર
  • ચીન અને યુએસ પહેલા અને બીજા નંબર પર

દિલ્લી: ભારતમાં દિવસેને દિવસે વેપાર-ધંધો વધી રહ્યો છે, દેશમાં ઉત્પાદનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં વેસ્ટ(કચરો)નું પણ પ્રમાણ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ચીન અને યુએસ બાદ ભારતએ ત્રીજું સૌથી મોટુ ઇ-વેસ્ટ ઉત્પાદક છે. આ વેસ્ટમાંથી 95 ટકાથી પણ વધુ ઇન્ફોર્મલ સેક્ટરમાંથી આવે છે.

ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ (ઇ-વેસ્ટ)એ એક વૈશ્વિક પડકાર છે અને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સના ઝડપી ઉપયોગ અને સતત વધતા નિકાલને લીધે ભારત પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

મેકિંગ ઇન્ડિયા અ ગ્લોબલ રિસાયકલિંગ હબના ઉદ્દઘાટનનો પ્રસંગ એ આ ઇવેન્ટનો મુખ્ય ભાગ છે. કચરાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે, ત્યારે રિસાયકલિંગએ સતત ઓછું છે. ત્યારે ભવિષ્યમાં બિઝનેસની સંભાવનાઓ ઘણી વધુ છે. હાલમાં માત્ર બેટરી, મેટલ્સ, પ્લાસ્ટિક્સ જેવી વસ્તુઓ જ રિસાયકલ થાય છે, પણ જો નીતિ અને નિયમોમાં બદલાવ કરવામાં આવે તો, ભારતએ રિસાયકલ હબ બનવાની મોટી તક ઉભી કરી શકે છે.

ભારતીય માર્કેટના રિસાયકલિંગની જરૂરિયાત વિશે ચર્ચા કરશે તથા વૈશ્વિક નીતિ નિયમોને સ્વિકારીને 2030 સુધીમાં ભારતને નોન-ફોસિલ ફ્યુઅલ બેઝ્ડ એનર્જી ઉત્પાદનના મહત્વકાંક્ષી લક્ષ્યાંકને પૂરું કરશે, સાથોસાથ 2030 સુધીમાં એક બિલિયન ટન જેટલું કુલ કાર્બનનું ઉત્સર્જન ઘટાડશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code