
- લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઈન્ડેક્સ
- ભારત 53માં સ્થાન પર નોર્વે પ્રથમ રહ્યું
દિલ્હીઃ-2020 ના ગ્લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઈન્ડેક્સમાં ભારત બે સ્થાન પાછળ ખસેલું જોવા મળ્યું છે, આ રેન્કિંગમાં ભારત 53 માં સ્થાને આવ્યું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટએ કહ્યું કે, લોકશાહી મૂલ્યોથી પીછેહઠ કરવા બાબતે અને નાગરિક સ્વાતંત્ર્યતા પર પગલા લેવામાં ભારત ગયા વર્ષની તુલનામાં બે ક્રમાંક પાછળ સરકી ગયું છે.
જોકે આ મામલે આપણો દેશ ભારત પડોશી દેશોથી ઉપરના સ્થાન પર રહ્યો છે. ગયા વર્ષે ભારતને 9.6 અંક મળ્યા હતા, જે હવે ઘટીને 6.6૧ પર આવી ગયા છે. વર્ષ 2014 માં, ભારત 7.92 અંક સાથે 27 મા ક્રમે હતું.
એઆઈયુના તાજાતરીન આંકડાઓ પ્રમાણે નોર્વે ટોચ પર રહ્યું છે. ત્યાર બાદ આઇસલેન્ડ, સ્વીડન, ન્યુ ઝિલેન્ડ અને કેનેડાનું સ્થાન આવે છે. આ અનુક્રમણિકાના કુલ 167 દેશોમાંથી 23 લોકોને સંપૂર્ણ લોકશાહી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, બીજા 52 દેશોને ખામીયુક્ત લોકશાહી તરીકે, 35 મિશ્ર શાસન તરીકે અને 57 ને સરમુખત્યારશાહી શાસન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. ભારતને યુ.એસ., ફ્રાન્સ, બેલ્જિયમ અને બ્રાઝિલની સાથે એક ખામીયુક્ત લોકશાહી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.
ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા 68માં સ્થાને, બાંગલાગેશ 76મા ક્રમ પર, ભૂટાન 84મા નંબર પર અને પાકિસ્તાન 105મા નંબર પર રહ્યું છે, જેમાં શ્રીલંકાને ખામીયુક્ત લોકશાહી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશ, ભૂટાન અને પાકિસ્તાન ‘મિશ્રિત શાસન’ ની શ્રેણીમાં છે. અફઘાનિસ્તાન 139 મા ક્રમે છે અને તેને ‘સરમુખત્યારશાહી શાસન’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
સાહિન-