1. Home
  2. ગુજરાતી
  3. ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં
ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં

ભારતે અમેરિકા-યુરોપના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદી રૂ 35 હજાર કરોડ બચાવ્યાં

0
Social Share

નવી દિલ્હીઃ તાજેતરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ચર્ચામાં રહી હતી. આ દરમિયાન મોદીએ પુતિનને યુક્રેન યુદ્ધને લઈને સલાહ પણ આપી હતી. આ સલાહની વિશ્વભરમાંથી પ્રશંસા થઈ રહી છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ જ્યારે પશ્ચિમના કેટલાક દેશોએ રશિયા પાસેથી સસ્તા તેલની આયાત કરવા બદલ ભારતની ટીકા કરી રહ્યાં છે, પરંતુ યુક્રેન યુદ્ધ પછી, યુએસ સહિત ઘણા દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. રશિયા પાસેથી તેલ ખરીદી કરીને ભારતે 35 હજાર કરોડ રૂપિયાની જંગી બચત કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતે પશ્ચિમી દેશોના વિરોધ છતાં તેલની આયાત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ફાયદા અને ગેરફાયદા વિશે ઘણી ચર્ચા થઈ હતી. એક રિપોર્ટમાં અનુસાર, ભારતે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રશિયાથી 6.6 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી છે.

બીજા ક્વાર્ટરમાં આ વધીને 84.2 મિલિયન ટન થઈ ગયું. આ દરમિયાન રશિયાએ પણ પ્રતિ બેરલ 30 ડોલરનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કારણે પ્રથમ ક્વાર્ટરમાં એક ટન ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ લગભગ 790 ડોલર થયો હતો.  આ પછી, બીજા ક્વાર્ટરમાં તે ઘટીને 740 ડોલર થઈ ગયો. આ રીતે ભારતને કુલ 35,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

આ સમયગાળા દરમિયાન અન્ય સ્ત્રોતોમાંથી આયાતની કિંમતમાં વધારો થયો હતો. 2022માં રશિયામાંથી સસ્તા તેલની આયાતમાં 10 ગણો વધારો થયો છે. ટર્નઓવર 11.5 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. વર્ષના અંત સુધીમાં તે રેકોર્ડ 13.6 બિલિયન ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે. ચીન પછી ભારત રશિયન ક્રૂડ ઓઈલના બીજા સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code