1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે – SPGR રિપોર્ટ
વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે –  SPGR રિપોર્ટ

વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે – SPGR રિપોર્ટ

0
Social Share

દિલ્હી –S&P ગ્લોબલ રેટિંગ્સ એ  ભારતીય અર્થવ્યવસ્થા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ મંગળવારના રોજ જારી કરાયો હતો જે પ્રમાણે  ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. તેવું રેપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે . 

S&P ગ્લોબલ રેટિંગ્સ અપેક્ષા રાખે છે કે ભારત, હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, આ નાણાકીય વર્ષમાં 6.4 ટકા ના દરે વૃદ્ધિ કરશે અને નાણાકીય વર્ષ 2027 સુધીમાં વૃદ્ધિ દર વધીને 7 ટકા થઈ જશે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે ચીનનો વિકાસ 2026 સુધીમાં અંદાજિત 5.4 ટકા થી ઘટીને 4.6 ટકા  થશે. આટલે કે  ભારત 2030 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પરંતુ દેશ માટે એક મોટી કસોટી એ- ‘અપાર તકો ‘ને ખુલ્લી મૂકવાની અને આગામી વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની હશે.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં ભારતનો GDP અપેક્ષા કરતાં 7.6 ટકા  વધુ વધ્યો છે. S&P એ 4 ડિસેમ્બરના રોજ તેના ગ્લોબલ ક્રેડિટ આઉટલુક 2024 રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “સર્વોપરી કસોટી એ રહેશે કે શું ભારત આગામી મુખ્ય વૈશ્વિક ઉત્પાદન હબ બની શકે છે, જે એક વિશાળ તક છે.
વધુમાં કહવામાં આવ્યું છે કે “ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર “મેક ઇન ઇન્ડિયા” ઝુંબેશ અને ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ્સદ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે મેન્યુફેક્ચરિંગનો હિસ્સો હજુ પણ જીડીપીના 18 ટકા  જેટલો છે.
S&P એ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે એક મજબૂત લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું મહત્વપૂર્ણ છે અને ભારતે પણ તેના “વસ્તી વિષયક ડિવિડન્ડ”ને સાકાર કરવા માટે તેના કામદારોને “કુશળ” બનાવવાની અને કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂર છે. ભારતમાં 30 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 53 ટકા નાગરિકો સાથે, વિશ્વની સૌથી યુવા કાર્યકારી વસ્તી ધરાવે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code