1. Home
  2. ગુજરાતી
  3. ભારત સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ખરીદશે અમેરિકાની ઘાતક MQ-9 રીપર ડ્રોન સિસ્ટમ – અહીં જાણો તેની ખાસિયતો
ભારત સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ખરીદશે અમેરિકાની ઘાતક MQ-9 રીપર ડ્રોન સિસ્ટમ – અહીં જાણો તેની ખાસિયતો

ભારત સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા ખરીદશે અમેરિકાની ઘાતક MQ-9 રીપર ડ્રોન સિસ્ટમ – અહીં જાણો તેની ખાસિયતો

0
  • ભારત ખરીદશે  MQ-9 રીપર ડ્રોન સિસ્ટમ
  • તાજેતરમાં અમેરિકાએ આ સિસ્ટેરથી અલકાયદાના ચિફનો ખાતમો કર્યો

દિલ્હીઃ- સંરક્ષણ ક્ષેત્રે ભારત વધુને વધુ મજબૂત બનતો દેશ છે, જો કે તેની સુરક્ષામાં તે અંત્યત આધુનિક ઉપકરણોનો સમાવેશ કરવાનું ક્યારેય ભૂલતો નથી , નવી નવી ટેકનોલોજીથી સજ્જ મિસાઈલ હોય કે ડ્રોન હોય કેન્દ્ર  દરેક મોરચે દેશને સુરક્ષા પુરી પાડી રહ્યું છે.ત્યારે હવે વધુ એક અમેરિકી ડ્રોન સિસ્ટમ પર ભારતની નજર છે.

તાજેતરમાં અમેરિકાએ ડ્રોન હુમલામાં અલ કાયદાના ચીફ  જવાહિરીનો ખાતમો કર્યો હતો અમેરિકાએ જવાહિરીને ખતમ કરવા માટે તેના સૌથી અદ્યતન સ્ટીલ્થ ડ્રોન અને ખતરનાક મિસાઇલ R9X અને ખતરનાક MQ-9 રીપર ડ્રોનનો ઉપયોગ કર્યો.હવે ભારત તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે.પાકિલસ્તાન તથા  ચીનની દખલગીરીની સતત વધતી જતી ઘટનાઓનો સામનો કરવા માટે અત્યાધુનિક હથિયારોથી  ભારતની સેનાને સજ્જ કરવામાં આવી રહી છે.

ભારતે તેની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને ભવિષ્યમાં કોઈપણ સંકટનો સામનો કરવા માટે અમેરિકા પાસેથી આ ખતરનાક ડ્રોન સિસ્ટમ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતીય સંરક્ષણ અધિકારીઓએ પણ આ સંદર્ભે બાઈડેન પ્રશાસન સાથે વાતચીત શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષનો સામનો કરવો ભારત માટે આ સમયે મોટો પડકાર છે. ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અમેરિકા પાસેથી આ ખતરનાક સ્ટેલ્થ ડ્રોન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ સ્ટીલ્થ ડ્રોન ખાસ કરીને ભારતીય નેવી માટે ખરીદવામાં આવશે. ભારતને અત્યાધુનિક ડ્રોન સિસ્ટમ મળતાં જ સેનાની તાકાતમાં ચોક્કસપણે વધારો થશે.

જાણો આ ડ્રોન સિસ્ટમની વિશેષતાઓ

  • આ ડ્રોન સિસ્ટેમ ગણતરીની પળોમાં ચોક્કસ લક્ષ્યને હિટ કરીને દુશ્મનને ખતમ કરી શકે છે.
  • આ એક  ઝડપ અને ફાયરપાવર માટે પણ જાણીતું છે.
  • આ એક ડ્રોનનું વજન આફ્રિકન હાથી જેટલું છે
  • આ ડ્રોનમમે સ્ટીલ્થ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે કારણ કે સૌથી અદ્યતન રડાર પણ તેને પકડી શકતા નથી.
  • આ સિવાય રીપર ડ્રોન ભારે પવન વચ્ચે પણ 1700 કિલો વજન ઉપાડી શકે છે.
  • આ ડ્રોન ખતરનાક હથિયારોથી પણ સજ્જ થઈ શકે છે
  • આ ડ્રોન દ્વારા દુશ્મનને હવાથી જમીન અને હવાથી હવામાં નિશાન બનાવી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code