
યોગ દિવસે ભારત વિશ્વને આપશે ખાસ ભેટઃ M-Yoga એપના માધ્યમથી અનેક ભાષામાં હવે શીખી શકાશે યોગ
- M-Yoga એપના લોંચ કરશે ભારત
- આ એપના માધ્યમથી અનેક ભાષામાં યોગ શીખી શકાશે
દિલ્હીઃ- આજે સમગ્ર વિશ્વમાં સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ઉજવણી કરી રહી છે. યોગ દિન નિમિત્તે ભારત દ્વારા વિશ્વને મોટી ભેટ આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધનમાં એમ-યોગા એપ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ એપ દ્વારા વિશ્વની વિવિધ ભાષાઓમાં યોગ શીખવવામાં આવશે. ભારતે વિશ્વ આરોગ્ય સંગઠનન સાથે મળીને એમ-યોગા એપ્લિકેશન તૈયાર કરી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશવાસીઓને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ કર્યો હતો, ત્યારે તેના પાછળનો ખાસ હેતુ યોગનું આ જ્ઞાન સમગ્ર વિશ્વમાં સુલભ હોવું જોઈએ.
આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે યુનાઇટેડ નેશન્સ, ડબ્લ્યુએચઓ ના સહયોગથી ભારતે આ દિશામાં બીજું મહત્વનું પગલું ભર્યું છે, હવે વિશ્વને એમ-યોગા એપનું પ્રદાન મળશે. આ એપ્લિકેશનમાં યોગ તાલીમના ઘણા વિડિઓઝ સામાન્ય યોગ પ્રોટોકોલના આધારે વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી દરેક લોકો અનેક ભાષામાં યોગ શીખશે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી માહિતી પ્રમાણે એમ-યોગા એપ યોગને લઈને સરળ પ્રોટોકોલમાં સમજાવવામાં આવશે જેથી કરીને જુદા જુદા દેશોમાં યોગનો ફેલાવો કરી શકાય , ઉલ્લેખનીય છે કે,ભારતની પહેલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપવામાં આવી છે, સંયૂક્ત રાષ્ટ્રમાં આ પ્સત્વાને વિશ્વના 177 દેશઓએ સમર્થન આપ્યું હતું ત્યાર બાદ વર્ષ 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની શરુઆત થઈ હતી.