1. Home
  2. ગુજરાતી
  3. ‘ભારત 6G ટેક્નોલોજીમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે’- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી
‘ભારત 6G ટેક્નોલોજીમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે’- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી

‘ભારત 6G ટેક્નોલોજીમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે’- ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સમારોહમાં બોલ્યા પીએમ મોદી

0
Social Share

દિલ્હી:PM મોદીએ શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાનને પ્રમુખ દૂરસંચાર કંપનીઑના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી પણ વડાપ્રધાન સાથે હતા અને તેમણે વડાપ્રધાનને તેમની કંપની દ્વારા ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામ વિશે જણાવ્યું હતું.આ દરમિયાન કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે ભારત 6G ટેક્નોલોજીમાં આખી દુનિયાનું નેતૃત્વ કરશે.

દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “અમે દેશમાં માત્ર 5Gનું વિસ્તરણ જ નથી કરી રહ્યા, પરંતુ 6G ટેક્નોલોજીમાં અગ્રેસર બનવા તરફ પણ આગળ વધી રહ્યા છીએ. દરેક વ્યક્તિ જાણે છે કે 2G દરમિયાન શું થયું હતું.અમારી સરકાર દરમિયાન 4Gનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું પરંતુ અમારા પર કોઈ દાગ નહોતો.મને વિશ્વાસ છે કે ભારત 6G ટેક્નોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે.” PM મોદીએ દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસમાં કહ્યું હતું.”દરરોજ ટેક્નોલોજીમાં થતા ફેરફારો સાથે અમે કહીએ છીએ કે ભવિષ્ય અહીં અને અત્યારે છે.”

આકાશ અંબાણીએ રિલાયન્સ જીઓ ની સ્પેસ ફાઈબર પહેલ વિશે વાત કરી, જે 1 Gbps સુધીની સ્પીડ પ્રદાન કરવામાં સક્ષમ છે. Jio પેવેલિયન Jio Bharat ઉપકરણોનું પણ પ્રદર્શન કરે છે, જે 4G સેવાઓ પ્રદાન કરે છે. ભારતી એન્ટરપ્રાઈઝના ચેરપર્સન સુનીલ ભારતી મિત્તલે પણ વડાપ્રધાન સાથે વાત કરી હતી. મોબાઈલ કોંગ્રેસમાં ભારતી એન્ટરપ્રાઈઝ 5G પ્લસ, AI-સક્ષમ ટેક્નોલોજી અને અન્ય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી ટેક્નોલોજીઓ સાથે ઈનોવેશનના ભાવિનું પ્રદર્શન કરી રહી છે.

અગાઉ, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારતના અગાઉના દુર્ગમ ભૌગોલિક વિસ્તારોમાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગાફાઇબર સેવા ‘જિયોસ્પેસફાઇબર’નું નિદર્શન કર્યું હતું. Jio એ તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડનું પ્રદર્શન કર્યું. કાર્યક્રમ દરમિયાન, PM મોદી ‘100 5G લેબ્સ પહેલ’ના ભાગરૂપે ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત 100 ‘5G યુઝ કેસ લેબ્સ’ને પુરસ્કારો પણ અર્પણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code