
ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે
નવી દિલ્હીઃ પહેલા પડોશી ધર્મને પાલન કરવામાં હંમેશા તત્પર રહે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોવિડ-19ની રસી સપ્લાય કરી હતી. દરમિયાન ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે પ્રોજેક્ટ માટે 282 મિલિયન ડોલર લાઈન ઓફ ક્રેડિટ આપવામાં આવશે.
ભારતના બાંગ્લાદેશ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ વધારે ગાઢ બન્યાં છે. આ ઉપરાંત શ્રીલંકા, નેપાળ સહિતના દેશો સાથે પણ ભારતના સંબંધ વધારે મજબુત બન્યાં છે. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાને ભારતે ડિજલ સહિતની સહાય પુરી પાડી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનને પણ માનવતાની દ્રષ્ટ્રીએ મેડિકલ સહાય પુરી પાડે છે. જો કે, પાકિસ્તાન અને ચીન સાથે મળીને ભારતની મુશ્કેલીઓ વધારવા નવા-નવા પેતરા અજમાવે છે. પરંતુ આફતને અવસરમાં પલટવામાં માનતા ભારતે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એટલું જ નહીં આ બે દેશ સિવાયના અન્ય પડોશી દેશોને પણ મુશ્કેલીના સમયમાં મદદ માટે હાથ લંબાવ્યો છે.