in ,

42 કલાક પછી પણ ગાયબ થયેલા AN-32 વિમાન અંગે કોઈ માહિતી નહીં, ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં વિઘ્ન

ગાયબ થયેલા ભારતીય વાયુસેનાના વિમાન AN-32ને શોધવાનો પ્રયત્ન ચાલુ છે. 42 કલાક પહેલા એએન-32 વિમાન 8 ક્રૂ મેમ્બર્સ અને 5 લોકોને લઇને આસામના જોરહાટથી અરૂણાચલપ્રદેશ માટે નીકળ્યું હતું. સોમવારે બપોરે 1 વાગ્યા પછીથી વિમાન સાથે સંપર્ક નથી થઈ શકતો. 42 કલાક થઈ ગયા અને સર્ચ ઓપરેશન અત્યાર સુધી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે. સેટેલાઇટ, સ્પાય એરક્રાફ્ટ, ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર અને સેનાના જવાનોનું ઓપરેશન અત્યારે ચાલુ છે.

ગાયબ થયેલા વિમાન એએન-32માં આધુનિક એવિયોનિક્સ, રડાર અથવા કટોકટીની સ્થિતિ માટેના લોકેટર ટ્રાન્સમીટર (ઇએલટી) નહોતા. વિમાનનું છેલ્લું લોકેશન અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં ચીન સરહદની નજીક મળ્યું હતું. માનવામાં આવી રહ્યું ચે કે વિમાન આ લોકેશનની આસપાસ જ હશે.

પાંચ જિલ્લાઓની પોલીસ તપાસમાં જોડાઈ

અરૂણાચલ પ્રદેશના ગૃહમંત્રી બમાંગ ફેલિક્સે કહ્યું કે અમે પાંચ જિલ્લાઓના નાગરિક અને પોલીસ એડમિનિસ્ટ્રેશનને આ સર્ચ ઓપરેશનમાં જોડ્યા છે. સાથે જ અમે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં એડમિનિસ્ટ્રેશન સાથે જોડાવાની અપીલ કરી છે. જે વિસ્તારમાં વિમાન ગાયબ થયું હોવાની આશંકા છે, તે ગાઢ જંગલો અને દુર્ગમ વિસ્તાર છે. હવામાન પણ ખરાબ છે, પરંતુ અમને કંઇક ખબર મળવાની આશા છે.

પી-8આઇ વિમાન પણ સર્ચમાં લાગ્યા

નૌસેનાના પ્રવક્તા કેપ્ટન ડીકે શર્માએ જણાવ્યું કે તમિલનાડુના અરાકોનમમાં તહેનાત આઇએનએસ રાજાલીથી બપોરે લગભગ 1 વાગે પી-8 આઇ વિમાનોએ ઉડ્ડયન કર્યું. તેઓ એએન-32ની શોધ કરી રહ્યા છે. પી-8આઇ એરક્રાફ્ટ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર્સથી સજ્જ છે. આ વિમાનમાં અતિશય શક્તિશાળી સિન્થેટિક અપાર્ચર રડાર (એસએઆર) લાગેલા છે.

ઇસરોની પણ લેવામાં આવી રહી છે મદદ

ગાયબ વિમાનની શોધખોળ માટે ભારતીય વાયુસેનાના સી-130, એએન-32 વિમાન, ભારતીય વાયુસેનાના બે એમઆઇ-17 અને ભારતીય સેનાના એએલએચ હેલિકોપ્ટર્સને જોડવામાં આવ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) પણ ઉપગ્રહોની મદદથી બચાવકર્તાઓને મદદ કરી રહ્યું છે.

શું ટેક્નોલોજી અને અપગ્રેડના મારનો શિકાર થયું વિમાન?

આ દરમિયાન એક જાણકારી એ સામે આવી કે ગાયબ વિમાન અપગ્રેડેડ નહોતું. એટલેકે તેનું સોફ્ટવેર તે જ જૂની ટેક્નીક પર ચાલી રહ્યું હતું જેવી ટેક્નીક તેને ખરીદતી વખતે મળી હતી. એવામાં એ આશંકા પ્રબળ થઈ ગઈ છે કે ટેક્નીકની ગરબડથી વિમાન ક્યાંક પોતાનો રસ્તો તો નથી ભટકી ગયું?

ત્રણ વર્ષ પહેલા પણ ગાયબ થયું હતું વિમાન

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા 2016માં પણ આ જ ગ્રુપનું એક વિમાન (એએન-32) બંગાળની ખાડીની ઉપર ગાયબ થઈ ગયું હતું. તેની શોધમાં પણ તે દરેક પ્રયત્ન કરવામાં આવ્યો જે સેના કરી શકતી હતી પરંતુ અફસોસ કે તેનો કાટમાળ સુદ્ધાં મળી શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બનાસકાંઠામાં પ્રોહિબીશન ડ્રાઈવ વચ્ચે પોલીસ કર્મચારી દારૂના જથ્થા સાથે ઝડપાયો

World Environment Day – Theme of 2019, Challenge and Significance