ભારતીય-અમેરિકન અવકાશયાત્રી યુએસ એરફોર્સમાં બ્રિગેડિયર જનરલના હોદ્દા માટે નામાંકિત
- અમેરિકામાં મૂળ ભારતીયનો ડંકો
- મૂળ ભારતીય રાજા ચારી યુએસ એરફોર્સમાં બ્રિગેડિયર જનરલના હોદ્દા માટે નામાંકિત
દિલ્હીઃ- અમેરિકાના પ્રમુખ જો બિડેને ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા જે ચારીને વાયુસેનાના બ્રિગેડિયર જનરલના ગ્રેડમાં નિયુક્ત કરવા માટે નામાંકિત કર્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રમાણે, બિડેને એરફોર્સના 45 વર્ષિય કર્નલ રાજા ચારીને ગુરુવારે એરફોર્સના બ્રિગેડિયર જનરલના ગ્રેડમાં નિયુક્ત કરવા માટે નોમિનેટ કર્યા હતા. તેમના નામાંકન માટે સેનેટની મંજૂરીની જરૂર પડશે, જે તમામ ટોચના નાગરિક અને લશ્કરી નિમણૂકોને મંજૂરી આપે છે.રાજા ચારીનું પૂરું નામ રાજા જોન વરપુતૂર ચારી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અનુસાર, તેને સેનેટ દ્વારા બહાલી આપવી પડશે, જે તમામ વરિષ્ઠ નાગરિક અને સૈન્ય નિમણૂકોને મંજૂરી આપે છે. બ્રિગેડિયર જનરલ એ યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સમાં વન-સ્ટાર જનરલ ઓફિસર રેન્ક છે. આ પોસ્ટ કર્નલની ઉપર અને મેજર જનરલની નીચે આવે છે.
ચારી હાલમાં ટેક્સાસમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન જ્હોન્સન સ્પેસ સેન્ટર ખાતે ક્રૂ-3 ના કમાન્ડર અને અવકાશયાત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એરોનોટિક્સમાં માસ્ટર્સ કર્યું છે અને મેરીલેન્ડમાં યુએસ નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાંથી સ્નાતક છે.
આ સાથે જ તેમણે કેલિફોર્નિયામાં એડવર્ડ્સ એરફોર્સ બેઝ ખાતે 461મી ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રનના કમાન્ડર અને A-35 ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.