
ભારતીય સેનાની તાકાત થશે બમણીઃ-ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય સેના 350 ટેન્કની કરશે ખરીદી
- ભારતીય સેના ખરીદશે હલ્કા 350 ટેન્ક
- એલએસી પર તૈનાત કરવાની ભારતીય સેનાની તૈયારી
દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા તણવા વચ્ચે હવે ભારતીય સેનાએ તબક્કાવાર અંદાજે 350 જેટલી લાઇટ ટેન્ક ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બીજી તરફ, ભારતીય નૌસેના પણ 24 હેલિકોપ્ટર લીઝ પર લેવા જઈ રહી છે,. ભારતીય સેના અને નૌસેનાએ શુક્રવારે તેમની સંબંધિત જરૂરિયાતો માટે રિકવેસ્ટ ફોર ઇન્ફર્મેશનજારી કર્યુ હતું.
ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા આરએફઆઈ મુજબ દરેક પરિસ્થિતિમાં વિવિધ પર્વતીય પરિસ્થિતિ હેઠળ લડાઇ કાર્યવાહી કરવા માટે આ હલ્કા ટેન્કનો ઉપયોગી થવો જોઈએ.સંરક્ષણ અને સુરક્ષા મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના આ 350 ટેન્ક જે કંપની પાસેથી ખરીદી રહી છે તે ‘મેક ઇન ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત ભારતમાં તેનું ઉત્પાદન કરશે. પહાડી વિસ્તારોમાં સૈન્યની લડાઇ ક્ષમતા વધારવા માટે આ હલકા ટેન્કની ની ખરીદી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના એક અહેવાલમાં, સેનાએ હલકી ટેન્કો ખરીદવાની અને તેમાંથી મોટાભાગની ચીનને અડીને આવેલા એક્યુઅલ કંટ્રોલની બાજુમાં ઘણા સેક્ટરમાં તૈનાત કરવાના સંકેત આપ્યા હતા.
આરએફઆઈએ એમ પણ જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલય ટેન્કોની ખરીદી તેમજ તેમના નિર્માણ સાથે સંબંધિત સંપૂર્ણ તકનીકી માહિતી પ્રદાન કરનારી કંપનીને પ્રાધાન્ય આપશે જેથી ભવિષ્યમાં તેઓ ‘સ્વનિર્ભર ભારત’ હેઠળ પોતાનું નિર્માણ કરી શકે.
ઉલ્લેખનીય છે કે ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય સેનાની આ ટેન્કોની ખરીદી મહત્વપૂર્મ માનવામાં આવી રહી છે, જેને એલએસી પાસે તૈનાત કરવામાં આવશે, જે સરળતાથી પહાડી વિસ્તારોમાં કાર્યરત રહેશે.
સાહિન-