1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ક્રિકેટ બોર્ડે 20 ઓલરાઉન્ડરોને શોર્ટલિસ્ટ કર્યા – અર્જુન તેંડુલકરને મળી શકે છે એશિયા કપની ટીમમાં સ્થાન
ભારતીય ક્રિકેટ બોર્ડે 20 ઓલરાઉન્ડરોને શોર્ટલિસ્ટ કર્યા  – અર્જુન તેંડુલકરને મળી શકે છે એશિયા કપની ટીમમાં સ્થાન

ભારતીય ક્રિકેટ બોર્ડે 20 ઓલરાઉન્ડરોને શોર્ટલિસ્ટ કર્યા – અર્જુન તેંડુલકરને મળી શકે છે એશિયા કપની ટીમમાં સ્થાન

0
Social Share
  • અર્જુન તેંડુલકરની ચમકશે કિસ્મત
  • એશિયા કપની ટીમમાં થઈ શકે છે સમાવેશ

દિલ્હીઃ- મશહુર પૂર્વ ક્રિકેર સચિન તેંદુલકરના પુત્ર પણ હવે તેની રાહ પર ચાલતો જોવા મળી રહ્યો છએ ત્યારે હવે તેને ભારતીય ક્રિકેટ બોર્ડ મહત્વનું સ્થઆન આપી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ખળભળાટ જોવા મળે છે. પ્રશંસકોએ વરિષ્ઠ ખેલાડીઓની નિવૃત્તિ અને તેમને ઘરે બેસાડવાની માંગ શરૂ કરી દીધી છે. ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ ટુકડીઓ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

બીસીસીઆઈએ એવા 20 યુવા ખેલાડીઓને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રશિક્ષણ શિબિરમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે, જેઓ ફુલ-ટાઈમ ઓલરાઉન્ડર છે અથવા તો બેટિંગનું કોઈ એક કૌશલ્ય રમી શકે છે અને પાર્ટ-ટાઇમ ધોરણે બોલિંગ. છે.આ તમામ ખેલાડીઓને ખાસ તાલીમ માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં આમંત્રિત કર્યા છે. આ ટ્રેનિંગ કેમ્પ ઓગસ્ટમાં યોજાવા જઈ રહ્યો છે જો કે મહત્વની વાત એ છે કે આ શોર્ટલીસ્ટમાં અર્જુન તેંડુલકરનું નામનો પણ સમાવેશ થયો છે.

સચિન તેંડુલકરનો  પુત્ર અર્જુન જ એક એવો ખેલાડી છે કે જે મુંબઈનો છે, પરંતુ તે ગોવા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહયો છે. પહેલા તેને IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરવામાં આવ્યો આ પ્લેટફઓર્મ પર તેણે તેનું ટેલેન્ટ સાબિત કરવાની સારી તક મળી હતીય

આ સાથે જ  ચેતન સાકરિયા, અભિષેક શર્મા, મોહિત રેડકર, માનવ સુતાર, હર્ષિત રાણા, દિવીજ મેહરા, યારા પૃથ્વીરાજ એ ઘણા બહુમુખી પ્રતિભા ધરાવતા ખેલાડીઓમાં સામેલ છે જે શક્ય તેટલી વહેલી તકે એલિટ સ્તરે એક્શન મોડમાં આવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે  ઇમર્જિંગ એશિયા કપ (અંડર 23) આ વર્ષના અંતમાં યોજાનાર છે અને BCCI યુવા ખેલાડીઓની શોધમાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code