1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર
ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ: મેચ માટેનું નવું શિડ્યુલ જાહેર

0
Social Share
  • ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ
  • કેટલાક ખેલાડીને થયો હતો કોરોના
  • તે બાદ ફરીથી મેચનું નવું શિડ્યુલ જાહેર

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકામાં ૧૩મી જુલાઈથી મેચ રમવાનું શરૂ કરવાનું હતુ પરંતુ હવે તે હવે વન ડે શ્રેણીનો પ્રારંભ તારીખ ૧૮મી જુલાઈથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે તારીખ 20 અને 30મી જુલાઈએ શ્રેણીની બીજી અને ત્રીજી વન ડે રમાશે

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને શ્રીલંકાએ બે બૅકઅપ ટીમોને તૈયાર રાખી છે. જેમાંની એક દમ્બુલ્લામાં અને બીજી કોલંબોમાં પ્રેક્ટિસ કરી રહી છે. હવે સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીલંકાની બૅકઅપ ટીમના એક ખેલાડીને કોરોના થયો છે. હવે એ જોવું રસપ્રદ બનશે કે તેનાથી શ્રીલંકાની તૈયારીઓને અસર થાય છે કે નહી.

કોલંબોમાં તૈયારી કરી રહેલા ખેલાડીઓને વધુ બે દિવસના સેલ્ફ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના તબીબોની ટીમ ખેલાડીઓ પર દેખરેખ રાખી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code