ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ઈઝરાયલના મંત્રી યાયરને મળ્યા,વેક્સિનેશન સર્ટિફિકેટ પર થઈ ચર્ચા
- ભારતના વિદેશમંત્રી ઈઝરાયલની મુલાકાતે
- પાંચ દિવસની ઈઝરાયલની મુલાકાત
- એસ.જયશંકર ઈઝરાયલના મંત્રી યાયર લાપિડને મળ્યા
દિલ્હી : ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર હાલ ઈઝરાયલની મુલાકાતે છે, તેઓ પાંચ દિવસની ઈઝરાયલની મુલાકાતે ગયા છે. એસ જયશંકર આજે ઇઝરાયલી સમકક્ષ યાયર લાપિડને મળ્યા. આ દરમિયાન બંને નેતાઓ વેક્સિનેશન સર્ટિફિકેટને પરસ્પર માન્યતા આપવા માટે સંમત થયા.
વિદેશ મંત્રીની આ મુલાકાતનો ઉદ્દેશ ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના નવા ક્ષેત્રોની શક્યતાઓ શોધવાનો છે.
અગાઉ વિદેશ મંત્રી જયશંકરે ‘જેરૂસલેમ ફોરેસ્ટ’માં ‘ભૂદાન ગ્રોવનું અનાવરણ કર્યું હતું. વિકાસ માટે ગામડાને મૂળભૂત એકમ તરીકે મહાત્મા ગાંધીના ખ્યાલને ધ્યાનમાં રાખીને, ‘ભૂદાન અને ગ્રામદાન’ જેવા સર્વોદય અભિયાનના સમાજવાદી વિચારોને અમલમાં મૂકવાના માર્ગો શોધવા માટે ભારતીય નેતાઓએ અનેક પ્રવાસોમાં ઇઝરાયલની મુલાકાત લીધી હતી.
સર્વોદય અભિયાનના નેતા જયપ્રકાશ નારાયણ સપ્ટેમ્બર 1958માં ઇઝરાયલની નવ દિવસની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાત પછી 27-સભ્ય સર્વોદય દળ છ મહિનાના અભ્યાસ પ્રવાસ પર ત્યાં ગયા. ભારત પરત ફરતી વખતે, આ ટીમે 22મે 1960ના રોજ ‘જેરુસલેમ ફોરેસ્ટ’માં ‘ભૂદાન ગ્રોવ’ માટે રોપાઓ રોપ્યા. જયશંકરે નારાયણ અને ભૂદાન કામદારોની મુલાકાતને “આપણા પરસ્પર ઇતિહાસનું એક પાસું ગણાવ્યું જેનું તેને મહત્વ મળતું ન હતું.” તેમણે કહ્યું કે, આ તકતીનું અનાવરણ ખૂબ જ યોગ્ય સમયે થઈ રહ્યું છે.
ભારત અને ઈઝરાયલ બંન્ને છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટ્રેટેજીક સંબંધો વિકસાવી રહ્યા છે જે ભારત તથા ઈઝરાયલ બંન્ને માટે સારું છે. ભારત હાલ આતંકવાદી સમસ્યાઓ તથા ચીનની બોર્ડર પર ચીનના સૈનિકોની હલચલ જાણવા માટે ઈઝરાયલા હથિયારોનો જ ઉપયોગ કરી રહ્યું છે.