1. Home
  2. revoinews
  3. વિશ્વની સર્વશ્રેષ્ઠ બીન્સ ડિશમાં ભારતીય રાજમાનો દબદબો: ટેસ્ટ એટલાસના રેન્કિંગમાં મળ્યું ટોપ-20માં સ્થાન
વિશ્વની સર્વશ્રેષ્ઠ બીન્સ ડિશમાં ભારતીય રાજમાનો દબદબો: ટેસ્ટ એટલાસના રેન્કિંગમાં મળ્યું ટોપ-20માં સ્થાન

વિશ્વની સર્વશ્રેષ્ઠ બીન્સ ડિશમાં ભારતીય રાજમાનો દબદબો: ટેસ્ટ એટલાસના રેન્કિંગમાં મળ્યું ટોપ-20માં સ્થાન

0
Social Share

ભારતીય પાકકળા અને તેના સ્વાદનો જાદુ હવે સાત સમંદર પાર પણ ફેલાયો છે. ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગી ‘રાજમા’ એ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન મેળવ્યું છે. પ્રસિદ્ધ ફૂડ રેન્કિંગ પ્લેટફોર્મ ‘ટેસ્ટ એટલાસ’ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની 50 સર્વશ્રેષ્ઠ બીન્સ (ફળી) ડિશની યાદીમાં રાજમાને ટોપ-20માં સ્થાન મળ્યું છે.

દુનિયાભરના હજારો લોકોના રેટિંગના આધારે જાહેર થયેલી આ યાદીમાં ભારતીય રાજમાને 4 સ્ટાર રેટિંગ સાથે 14મું સ્થાન મળ્યું છે. માત્ર રાજમા જ નહીં, પરંતુ તેનું ક્લાસિક કોમ્બિનેશન ગણાતા ‘રાજમા-ચાવલ’ને પણ 3.9 સ્ટાર રેટિંગ સાથે 25મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં મેક્સિકો, તુર્કી, સ્પેન અને મોરોક્કો જેવા દેશોની પ્રખ્યાત વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

  • બેસ્ટ ફૂડ સિટીમાં મુંબઈ પાંચમા ક્રમે

ટેસ્ટ એટલાસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની શ્રેષ્ઠ 10 ‘ફૂડ સિટી’ની યાદીમાં ભારતનું આર્થિક પાટનગર મુંબઈ 4.89 રેટિંગ સાથે 5મા સ્થામે રહ્યું છે. આ ઉપરાંત અમૃતસર, નવી દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ભારતીય શહેરોએ પણ પોતાની સ્વાદિષ્ટ ઓળખ જાળવી રાખી છે.

  • શું રાજમાને બનાવે છે ખાસ?

રાજમા માત્ર એક વાનગી નથી, પણ કરોડો લોકોનું ‘કમ્ફર્ટ ફૂડ’ અને ઇમોશન છે. આદુ, લસણ, ડુંગળી અને ટામેટાની પ્યુરી સાથે બેઝિક મસાલામાં તૈયાર થતા રાજમા તેની ક્રીમી ગ્રેવી માટે જાણીતા છે. રાજમાને રાતભર પલાળી રાખ્યા બાદ ધીમી આંચ પર રાંધવામાં આવે છે, જેનાથી તેનો ટેક્સચર વધુ રિચ બને છે. પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે તે સ્વાદમાં પણ અજોડ છે.

  • વૈશ્વિક સ્તરે ભારતની વધતી ઓળખ

ભારતીય વ્યંજનો જે રીતે ઇન્ટરનેશનલ રેન્કિંગમાં સ્થાન મેળવી રહ્યા છે, તેનાથી સાબિત થાય છે કે ભારતની સમૃદ્ધ પાકકળાની વિરાસત હવે વિશ્વના ખૂણેખૂણે પહોંચી રહી છે. રાજમા લવર્સ માટે આ સમાચાર કોઈ ઉત્સવથી ઓછા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code