1. Home
  2. ગુજરાતી
  3. ગ્લોબલ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની છલાંગ: 10 ક્રમનો સુધારો
ગ્લોબલ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની છલાંગ: 10 ક્રમનો સુધારો

ગ્લોબલ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની છલાંગ: 10 ક્રમનો સુધારો

0
Social Share

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: વિદેશ પ્રવાસના શોખીન ભારતીયો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના પાસપોર્ટની તાકાત દર્શાવતા પ્રતિષ્ઠિત ‘હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026’ના તાજેતરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ નવા રિપોર્ટ અનુસાર, ભારતીય પાસપોર્ટની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે અને ભારત ગ્લોબલ રેન્કિંગમાં 75મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે ભારત 85મા ક્રમે હતું, આમ ભારતે એક વર્ષમાં 10 સ્થાનનો મોટો સુધારો નોંધાવ્યો છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ એ આધારે રેન્કિંગ નક્કી કરે છે કે કોઈ પણ દેશનો નાગરિક પૂર્વ વિઝા મેળવ્યા વગર કેટલા દેશોમાં પ્રવેશ કરી શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 56 દેશોમાં વિઝા-ફ્રી, વિઝા ઓન અરાઈવલ અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (eTA) ની સુવિધા સાથે મુસાફરી કરી શકશે. આ સુધારાને કારણે ભારતીય પ્રવાસીઓ માટે રજાઓ ગાળવી, બિઝનેસ ટ્રિપ્સ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન હવે વધુ સરળ અને પેપરવર્ક મુક્ત બનશે.

ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વધઘટ જોવા મળી હતી. વર્ષ 2006માં ભારત 71મા ક્રમે હતું, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ત્યારબાદ રેન્કિંગમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને 2025માં તે 85 સુધી નીચે સરક્યું હતું. જોકે, 2026ના આ સુધારાથી ભારતીય પાસપોર્ટ ફરી મજબૂત બની રહ્યો હોવાના સંકેત મળે છે. આ યાદીમાં સિંગાપોર 192 દેશોના એક્સેસ સાથે ફરી એકવાર વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે બીજા સ્થાને છે. અમેરિકા આ યાદીમાં 10મા ક્રમે છે.

આ પણ વાંચોઃ ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પે સૌથી મોટા યુદ્ધજહાજને મિડલ ઈસ્ટ મોકલ્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code