1. Home
  2. ગુજરાતી
  3. ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,શિખર ધવન બન્યો કેપ્ટન,આ ખેલાડીઓની થઇ વાપસી
ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,શિખર ધવન બન્યો કેપ્ટન,આ ખેલાડીઓની થઇ વાપસી

ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,શિખર ધવન બન્યો કેપ્ટન,આ ખેલાડીઓની થઇ વાપસી

0
Social Share
  • ભારતીય ટીમની જાહેરાત
  • શિખર ધવન બન્યો કેપ્ટન
  • આ ખેલાડીઓની થઇ વાપસી

 મુંબઈ:વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં રમવાની છે. શનિવારે ભારતીય પસંદગીકારોએ 3 મેચની ODI  સિરીઝ માટે ટીમની જાહેરાત કરી.ટીમની કપ્તાની ફરી એકવાર શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી છે.રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વે સામે રમાનારી આગામી સિરીઝની ટીમની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું હતું.ટીમની પસંદગી પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે,વિરાટ કોહલીને ટીમમાં સ્થાન આપવામાં આવે પરંતુ પસંદગીકારોએ બ્રેક લેવાના તેના નિર્ણયનું સન્માન કર્યું છે.ઈજામાંથી પરત ફરેલા કુલદીપ યાદવને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.દીપક ચહર ઈજા બાદ વાપસી કરી રહ્યો છે.

શિખર ધવનની કપ્તાનીમાં ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને તેનો સફાયો કર્યો હતો. ધવન પોતાના ઘરે આ ફોર્મેટમાં વિન્ડીઝ ટીમને 3-0થી હરાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે 18 થી 22 ઓગસ્ટ દરમિયાન ત્રણ મેચની વનડે સિરીઝમાં રમશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code