
FIH હૉકી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પિતાના નિધનના બે દિવસ બાદ લાલરેમસિયામી રમી, ભારતને જીતાડયું
ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એફઆઈએચ વુમન્સ સીરિઝ ફાઈનલ્સ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચથી બે દિવસ પહેલા ટીમના સદસ્ય લાલરેમસિયામીના પિતા લાલથનસંગા જોટનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમ છતાં પણ તેમણે હિરોશિમામાં ફાઈનલ મેચ રમી. ભારતે યજમાન જાપાનને 3 વિરુદ્ધ 1 ગોલથી ટૂર્નામેન્ટમાં હાર આપીને જીત મેળવી હતી.

લાલરેમસિયામી મિઝોરમના કોલાસિબ જિલ્લાના વતની છે. તેઓ મંગળવારે જાપાનથી ઘરે પાછા ફર્યા હતા. લાલરેમસિયામીએ પિતાને શ્રદ્ધાંજલિ આપી. અહીં લોકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમને સમ્માન આપ્યું હતું.
ટૂર્નામેન્ટની પાઈનલમાં ભારત તરફથી પહેલો ગોલ કેપ્ટન રાની રામપાલે ત્રીજી મિનિટમાં કર્યો હતો. આ સિવાય બે ગોલ ગુરજીત કૌરે કર્યા હતા. તેના પહેલા ભારતીય મહિલા ટીમે સેમિફાઈનલમાં ચિલીને ચાર વિરુદ્ધ બે ગોલથી હરાવીને ઓલિમિપ્કિ ક્વાલિફાયર માટે ક્વોલિફાઈ કર્યું હતું.
આ જીત બાદ વડાપ્રધાન મોદીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતું કે અસાધારણ ખેલ, શાનદાર પરિણામ.
કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ પણ ટ્વિટ કરીને લાલરેમસિયામીના મેચ રમવાના નિર્ણયની પ્રશંસા કરી હતી.