ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 9 અબજ ડોલરનો વધારો થયો
નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 3 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 9 અબજ ડોલરથી વધુ વધીને 6 ખરબ 97 અબજ 12 કરોડ 10 લાખ ડોલર થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એપ્રિલના પહેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. આ વધારો પાછલા સપ્તાહમાં 10 અબજ ડોલરથી વધુના નોંધપાત્ર ઘટાડા પછી થયો છે. ગયા સપ્તાહે વિદેશી હૂંડિયામણ ભંડાર 6 ખરબ 88 અબજ ડોલરથી વધુ હતો.
સોનાના ભંડારમાં 7 અરબ 21 કરોડનો તીવ્ર વધારો થયો, જેનાથી સોનાના ભંડારનું કુલ મૂલ્ય 1 ખરબ 20 અરબ થયું. વિદેશી ચલણ સંપત્તિ પણ 1 અરબ 78 કરોડ 40 લાખ ડોલરથી વધીને 5 ખરબ 52 અરબ ડોલરથી વધુ થઈ.
વધુ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મમતા બેનર્જીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર


