
- ભારતના પાંચ ફરવા લાયક સ્થળો
- પ્રવાસીઓની હોય છે પહેલી પસંદ
- અદભૂત જગ્યાઓમાંની એક જગ્યા
ભારતમાં આમ તો ફરવા માટે અનેક જગ્યા છે. જો ભારત દર્શને નીકળો તો 2-3 વર્ષ ક્યાં પુર્ણ થઈ જાય તેની ખબર પણ ન પડે. ભારતમાં દરેક રાજ્યમાં તેમની રીત-ભાત અલગ જોવા મળે છે અને તે લોકોને સૌથી વધારે આકર્ષે છે. પણ ભારતમાં આ પાંચ શહેર કે જેમાં લોકોને ફરવું સૌથી વધારે ગમે છે અને પ્રવાસીઓ માટે તો તે પહેલી પસંદ બનીને રહેતું હોય છે.
સૌથી પહેલા છે પંજાબ રાજ્યમાં આવેલું અમૃત શહેર, આ શહેરની આગવી ઓળખ છે અને ત્યાંનું ગોલ્ડન ટેમ્પલ તો વિશ્વમાં પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશથી પણ અહિંયા ફરવા આવતા હોય છે. અમૃતસર શહેર શીખ સંસ્કૃતિનું કેન્દ્ર છે. ગોલ્ડન ટેમ્પલ ઉંપરાંત અહિયાં જલિયાંવાલા બાગ અને વાઘા બોર્ડર પણ છે.
કર્ણાટકમાં સ્થિત મૈસુરને કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે. મૈસુરમાં તમે મૈસુર પેલેસ, લલિતા મહેલ અને ચામુંડી હિલટોપ મંદિરની મુલાકાત લેવી આવશ્યક છે. વિજયનગર સામ્રાજ્યનું વાસ્તુકલા ચાલુક્ય, હોયસલા,પંડયા અને ચોલા શૈલીઓનું જીવંત મિશ્રણ છે. આ સિવાય દશેરા દરમિયાન મૈસુરની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
હવે વાત કરીએ લખનઉ શહેરની તો તે ઉત્તરપ્રદેશમાં આવેલું છે. આ શહેરને નવાબોના શહેરથી લોકો વધારે ઓળખે છે. કારણ છે કે શહેરની કલા અને સાહિત્ય શબ્દોની બહાર છે. લખનૌનું સ્થાપત્ય દિલ્હી સલ્તનત, મોગલ, નવાબો તેમજ અંગ્રેજોથી ખૂબ પ્રભાવિત થયું છે.
આ રાજ્યમાં મળતી મીઠાઈઓથી દરેક વ્યક્તિ વાકેફ છે. કોલકાતાને તેના સાંસ્કૃતિક ઇતિહાસને કારણે ઘણી વખત ભારતની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. ભારે બ્રિટીશ પ્રભાવ સિવાય આ શહેર તેના સમૃદ્ધ સાહિત્ય માટે પણ જાણીતું છે. જ્યારે તમે કોલકાતામાં હોય ત્યારે વિક્ટોરિયા મેમોરિયલ, સાયન્સ સિટી, હાવડા બ્રિજ અને અન્ય ઘણી જગ્યાઓની મુલાકાત અવશ્ય લો. શહેર ગમે ત્યારે મુલાકાત લેવા માટે એક સુંદર સ્થળ છે, જો કે, કોલકાતામાં દુર્ગા પૂજા એક એવો અનુભવ છે જે તમે ક્યારેય નહીં ભૂલો.
રાજસ્થાનનો તો વારસો જ એવો છે કે ત્યાં જેટલું જોવા મળે એટલું ઓછુ. રાજસ્થાન સંસ્કૃતિથી ભરપૂર રાજ્ય છે. તેનો અનુભવ કરવા માટે તમારે અહીં વારંવાર મુલાકાત લેવી પડશે. ડ્રેસિંગ સેન્સથી લઈને ઘરોના રંગો અને ઉજ્જડ રણ સુધી, આ રાજ્યમાં અનુભવ કરવા માટે ઘણી વસ્તુઓ છે. અહીં તમે ઐતિહાસિક મહેલો અને કિલ્લાઓ જોઈ શકો છો. ભારતમાં આ ઉપરાંત હજારોની સંખ્યમાં એવા સ્થળો છે જેનો વારસો, સંસ્કૃતિ અને મહત્વતો અલગ જ છે.