Homeગુજરાતીગુજરાતડીસા તાલુકામાં વાયરલ ફીવર અને ઓરીના કેસમાં થયો વધારો, આરોગ્ય વિભાગ સતર્ક

ડીસા તાલુકામાં વાયરલ ફીવર અને ઓરીના કેસમાં થયો વધારો, આરોગ્ય વિભાગ સતર્ક

  • ડીસા સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોમાં ઓરીના કેસ વધુ નોંધાયા,
  • બાળકોમાં ઓરીના લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક કરવા અપીલ કરાઈ,
  • વાયરલ ફીવરના કેસમાં પણ થયો વધારો

ડીસાઃ શહેર સહિત તાલુકામાં વાયરલ ફીવર અને બાળકોમાં ઓરીના કેસમાં વધારો થયો છે. ડીસાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વાયરલ ફિવર અને ઓરીના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઓરી અછબડાનો ચેપજન્ય રોગ મુખ્યત્વે નાના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ડીસા તાલુકામાં ઓરીના 50થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તોરામાં ઓરી-અછબડાના કેસ વધુ જોવા મળી રહ્યા છે.ખાનગી દવાખાનાઓમાં પણ ઓરીના કેસ વધુ નોંધાય રહ્યા છે. ઉપરાત વાયરલ ફીવરના કેસમાં પણ વધારો થયો છે. બાળ રોગ નિષ્ણાંત તબીબોના કહેવા મુજબ, ઓરી વાયરલ ઇન્ફેકશન છે, જેમાં 2 થી 3 દિવસ તાવ આવ્યા બાદ શરીર પર રાતા ચાઠાં દેખાય છે. આ રોગ ખાસ કરીને 5 થી 10 વર્ષના બાળકોને ઝડપથી અસર કરે છે.

તબીબોએ ચેતવણી આપી છે કે ઓરીના લગભગ 20 ટકા ગંભીર કેસોમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ કે ખેંચ (આંચકી) આવવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેને કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. વાલીઓને અપીલ કરવામાં આવી છે કે લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો અને ચેપગ્રસ્ત બાળકને અન્ય લોકોના સંપર્કમાં આવવા ન દેવું, કારણ કે ઓરી અત્યંત ચેપી રોગ છે

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img