
ભારતના અવકાશ નિયમનકારે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટ વિક્રમ-એસના પ્રક્ષેપણને આપી મંજૂરી – 18 નવેમ્બરે થશે લોંચ
- ભારતે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટના પ્રક્ષેપણને મંજૂરી આપી
- 18 નવેમ્બરે 11 થી 12 વાગ્યાની વચ્ચે થશે લોંચ
દિલ્હી: ભારતના અવકાશ નિયમનકારે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટ વિક્રમ-એસના પ્રક્ષેપણને હવે મંજૂરી આપી દીધી છે. વિક્રમ-એસ એ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત સબ-ઓર્બિટલ વાહન છે.
આ બાબતે સ્પેસ રેગ્યુલેટર ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરએ જણાવ્યું હતું કે, “IN-SPACE એ ખાનગી ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસને લોન્ચ કરવાની મંજૂરી આપી છે.
આ રોકેટ 18 નવેમ્બર, 2022ના રોજ સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે ઈસરોના સતીશ ધવન સેન્ટરથી સબ-ઓર્બિટલ વ્હીકલ વિક્રમ-એસ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ શ્રીહરિકોટા ખાતે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત પ્રથમ રોકેટના પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે ઉપસ્થિત રહેશે.