1. Home
  2. ગુજરાતી
  3. ભારતના અવકાશ નિયમનકારે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટ વિક્રમ-એસના પ્રક્ષેપણને આપી મંજૂરી  – 18 નવેમ્બરે થશે લોંચ
ભારતના અવકાશ નિયમનકારે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટ વિક્રમ-એસના પ્રક્ષેપણને આપી મંજૂરી  – 18 નવેમ્બરે થશે લોંચ

ભારતના અવકાશ નિયમનકારે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટ વિક્રમ-એસના પ્રક્ષેપણને આપી મંજૂરી  – 18 નવેમ્બરે થશે લોંચ

0
Social Share
  • ભારતે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટના પ્રક્ષેપણને મંજૂરી આપી
  • 18 નવેમ્બરે 11 થી 12 વાગ્યાની વચ્ચે થશે લોંચ

દિલ્હી: ભારતના અવકાશ નિયમનકારે ખાનગી ક્ષેત્રના પ્રથમ રોકેટ વિક્રમ-એસના પ્રક્ષેપણને  હવે મંજૂરી આપી દીધી છે. વિક્રમ-એસ એ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત સબ-ઓર્બિટલ વાહન છે. 

આ બાબતે સ્પેસ રેગ્યુલેટર ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરએ જણાવ્યું હતું કે, “IN-SPACE એ ખાનગી ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસને લોન્ચ કરવાની મંજૂરી આપી છે.

આ રોકેટ 18 નવેમ્બર, 2022ના રોજ સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે ઈસરોના સતીશ ધવન સેન્ટરથી સબ-ઓર્બિટલ વ્હીકલ વિક્રમ-એસ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ શ્રીહરિકોટા ખાતે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત પ્રથમ રોકેટના પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે  ઉપસ્થિત રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code