1. Home
  2. ગુજરાતી
  3. હવે એમેઝોન એ પોતાના કર્મીઓને નોકરીમાંથી હાકી કાઢવાની કરી શરુઆત – પત્ર લખીને જણાવ્યું કારણ
હવે એમેઝોન એ પોતાના કર્મીઓને નોકરીમાંથી હાકી કાઢવાની કરી શરુઆત – પત્ર લખીને જણાવ્યું કારણ

હવે એમેઝોન એ પોતાના કર્મીઓને નોકરીમાંથી હાકી કાઢવાની કરી શરુઆત – પત્ર લખીને જણાવ્યું કારણ

0
Social Share
  • એમોઝોન પર ચાલ્યુ ટ્વિટર અને મેટા ફેકસબૂકની રાહ પર
  • પોતાની કંપનીમાંથી કર્મીઓની છટણી શરુ કરી
  • પત્ર લખીને કર્મચારીઓને જણાવ્યું કારણ

દિલ્હીઃ- તાજેતરમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરની માલિકી ખરીદી ત્યાર બાદ ટ્વિટરમાંથી સેંકડો કર્મચારીઓને હાકી કાઢવામાં આવ્યા તે જ તર્જ પર મેટાની પેટા કંપની ફેબૂકે પણ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો જો કે હવે જાણતી ઓનલાઈન શઓપિંગ કંપની અમેઝોન પર આ કંપનીઓના નકશા કદમ પર ચાલતી જોવા મળે છે.અમેરિકી મીડિયા રિપોર્ટ પ્રમાણે એમેઝોને આ અઠવાડિયે કર્મીઓને નોકરીમાંથી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સા રિપોર્ટ મુજબ એમેઝોન કોર્પોરેટ અને ટેક્નોલોજી ભૂમિકાઓમાં લગભગ 10 હજાર જેટલા  કર્મચારીઓની છટણી કરવાનું આયોજન કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ઈતિહાસમાં આ ઘટાડો સૌથી મોટો હશે.

એમેઝોનના પ્રવક્તા કેલી નેન્ટેલે જણાવ્યું હતું કે વાર્ષિક ઓપરેટિંગ પ્લાન સમીક્ષા પ્રક્રિયાના ભાગરૂપે, કેટલીક ભૂમિકાઓ હવે જરૂરી નથી. અને આ વાતનો ઉલ્લેખ તેમણે કર્મીઓને લખેલા પત્રમાં પણ કર્યો છે.એમોઝોન દ્રારા કંપનીના કર્મચારીઓને નોકરીમાંથી બહાર જવાનો રસ્તો દેખાડવા માટેનું કારણ પણ આપવામાં આવ્યું છે વિતેલા દિવસે આ માટે એક પત્ર પણ લખવામાં આવ્યો હતો

 હાર્ડવેર પ્રમુખ  ડેવ લિમ્પે વિતેલા દિવસને  બુધવારે કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ” અમે અનેક સમીક્ષાઓના ઊંડા સમૂહ અભ્યાસ પછી,  તાજેતરમાં અમુક ટીમો અને કાર્યક્રમોને એકીકૃત કરવાનો નિર્ણય લીધો છે.” આ નિર્ણયોના પરિણામ જોતા હવે  કેટલીક ભૂમિકાઓની હવે જરૂર નથી. ” “મને આ સમાચાર જાહેર કરતાં ખૂબ જ દુઃખ થાય છે કારણ કે અમે જાણીએ છીએ કે પરિણામે અમે ઉપકરણો અને સેવાઓ સંસ્થામાંથી પ્રતિભાશાળી એમેઝોનિયન ગુમાવીશું,”

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code